કેનેડાથી અનેક વખત સમાચાર આવતા હોય છે કે મંદિરમાં તોડફોડ કરવામાં આવી, દિવાલોની બહાર સૂત્રો લખવામાં આવે છે વગેરે વગેરે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે કેનેડાના સરેમાં એક અગ્રણી હિંદુ મંદિરના વડાના પુત્રના ઘર પર અજાણ્યા વ્યક્તિઓએ તોડફોડ કરી છે ઉપરાંત ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને આ ઘટના પાછળ જવાબદાર કોણ છે તે અંગેની તપાસ પણ શરૂ કરી દીધી છે.
ગોળીબારીમાં નથી થઈ કોઈને ઈજા!
મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના 27 ડિસેમ્બરે સવારે બની હતી. સવારે 8.03 વાગ્યે આ ઘટના બની છે. આ મળતી માહિતી અનુસાર આ ઘટના 80 એવન્યુના 14900 બ્લોકમાં બની છે. સરે રોયલ માઉન્ટેડ પોલીસના જણાવ્યા અનુસાર જે જગ્યા પર, જે ઘર પર ગોળી ચલાવવામાં આવી છે તે સરેના નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારના મોટા પુત્રનું ઘર છે. આ ગોળીબારીમાં કોઈને ઈજા પહોંચી હોય કોઈ ઘાયલ થયું હોય તેવી માહિતી સામે આવી નથી. પરંતુ હા ગોળીબારી થવાને કારણે ઘરને નુકાસાન થયું છે. દિવાલો પર ગોળીના નિશાન જોવા મળ્યા છે.
અનેક વખત હિંદુ મંદિરોને બનાવવામાં આવે છે નિશાન!
આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.આ અંગેની તપાસ પણ શરૂ કરી દીધી છે. એક મીડિયા સાથેની વાતચીતમાં લક્ષ્મી નારાયણ મંદિરના અધ્યક્ષએ જણાવ્યું કે હું એ ન જણાવી શકું કે આ હુમલો ખાલિસ્તાની દ્વારા કરવામાં આવ્યો છે કે પછી વસૂલીવાળા દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મહત્વનું છે કે કેનેડામાં રહેતા હિંદુ સમાજના લોકોની ચિંતા વધી છે.