કેનેડાએ થોડાક સમય પેહલા પરમેનન્ટ રેસિડન્સી એટલેકે પીઆર માટેના નિયમો કડક કર્યા હતા . જેનાથી ઇન્ડિયન ઇમિગ્રેન્ટ્સને ત્યાં રોકાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે . જોકે હવે કેનેડાથી એક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે , કન્સ્ટ્રક્શન વર્કર માટેના પરમેનન્ટ રેસિડન્સી મેળવવા માટેના નિયમો હળવા કરવામાં આવ્યા છે . તેનાથી કેનેડામાં ખુબ મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થઇ શકે છે . કેનેડામાં હાલમાં થોડા સમય પેહલા નવા વડાપ્રધાન માર્ક કાર્ને બન્યા છે . તેમના આગમન સાથે જ તેમણે પરમેનન્ટ રેસિડન્સી મેળવવાના કેટલાક નિયમો હળવા કર્યા છે . તેનાથી હાલમાં જે ઇન્ડિયન ઈમિગ્રેન્ટ્સ કેનેડામાં કન્સ્ટ્રક્શન વર્કમાં રોકાયેલા છે અને જે લોકો આ કન્સ્ટ્રક્ટર સેક્ટરમાં કામ કરવા કેનેડામાં પ્રવેશવા માંગે છે તેમને ખુબ મોટો ફાયદો થશે .
આ માટે કેનેડા સરકારે એક નવો કાર્યક્રમ જાહેર કર્યો છે .જે અંતર્ગત કેનેડામાં જ રહેલા ૬,૦૦૦ કન્સ્ટ્રક્શન વર્કરસ માટે જગ્યા રિઝર્વ રાખી છે . બાકીના ફોરેન સ્થિત કન્સ્ટ્રક્શન વર્કર્સને સહીત કુલ ૧૪,૦૦૦ કામદારોને તક આપવામાં આવશે . આ નવા એપ્રેન્ટિસ પ્રોગ્રામ અંતર્ગત તમારે સ્ટડી પરમીટ લેવાની પણ જરૂર નઈ હોય . સરળ ભાષામાં કહીએ તો , કંસ્ટ્રકશન વર્કર માટે ડાઇરેક્ટ પીઆર ઉપલબ્ધ બનશે . આ વર્કર્સ કેનેડામાં સ્થિત હશે કે પછી તેઓ ત્યાં પ્રવેશ લેવા માંગે છે તે તમામનો આ નવા કાર્યક્રમમાં સમાવેશ થઇ જશે .
હવે જાણીએ કે કેનેડા સરકાર કેમ આ પીઆર કાર્યક્રમમાં સુધારા લઇને આવી. વિશ્વનો ભૂગોળની દ્રષ્ટિએ બીજા નંબરનો સૌથી મોટો દેશ કેનેડા . ત્યાં જગ્યા ઘણી છે પણ ઘરોની ખુબ મોટા પાયે અછત છે . કેનેડા ૨૦૩૦ સુધીમાં , ૧૦ લાખ ઘર બનાવવા માંગે છે . આટલુંજ નહિ , કેનેડામાં સ્કિલ્ડ લેબરની જબરદસ્ત અછત જોવા મળે છે . ખાસ કરીને કંસ્ટ્રક્શન સેક્ટરમાં તો સ્કિલ્ડ લેબરની ખુબ મોટી અછત છે. વર્તમાનમાં કેનેડામાં કંસ્ટ્રશન ઇન્ડસ્ટ્રીમાં ૨૩ ટકા કર્મચારીઓ ફોરેનના છે . આ કર્મચારીઓમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે અને આ બધા જ પાસે કોઈ જ પ્રકારનું નાગરિકત્વ નથી . કેનેડા સરકાર બહારથી આવતા કંસ્ટ્રકશન વર્કર્સ માટે ટ્રેઇનિંગ ખુબ સરળ બનાવશે . રોજગારી સાથે તેમને પરમેનન્ટ રેસિડન્સી મળશે . ભારતના જેટલા પણ વિદ્યાર્થીઓ આ કંસ્ટ્રક્ટર સેક્ટરમાં હશે તેમણે કેટલાક માપદંડ એટલેકે , ક્રાઈટેરિયામાં સર કરેલા હોવા જોઈએ. કંસ્ટ્રક્ટર સેક્ટરમાં સિવિલ એન્જીનીયરીંગ ટેક્નોલોજી , કન્સ્ટ્રક્શન એસ્ટિમેશન , કાર્પેન્ટરી, પ્લમ્બિંગ , રુફિંગ , શીટ મેટલ વર્કનો સમાવેશ થાય છે.
આ પીઆર કોઈ પણ ભારતીય ઇમિગ્રેન્ટ્સ માટે એટલે ઉપયોગી બનશે કેમ કે , તેનાથી તેમનું ભવિષ્ય સુરક્ષિત બને છે . હાલમાં કેનેડા ખુબ જ વિવાદોમાં છે . કેમ કે , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેને અમેરિકાનું ૫૧મુ રાજ્ય બનાવવા માંગે છે . તો હવે આવી જ આંતરરાષ્ટ્રીય ખબરો માટે જોતા રહો જમાવટ .