કેનેડા અને ચીન વચ્ચે તંગદીલી વધી રહી છે, કેનેડાએ ચીનના રાજદુતની હકાલપટ્ટી કરી છે. આ જ મામલે ચીને પણ કેનેડાના કોન્સ્યુલેટ જનરલને 13 મે સુધી દેશ છોડી દેવાની સુચના આપી છે. ચીનના શાંઘાઈ સ્થિત વાણિજ્ય દુતાવાસને 13 મે પહેલા બંધ કરી દેવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
તંગદીલી શા માટે વધી?
કેનેડાની સિક્રટે એજન્સીએ સરકારને એક ગુપ્ત રિપોર્ટ સોંપી છે, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના રાજદુત દેશની આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યા છે. તેઓ રાજકીય હસ્તક્ષેપ કરીને દેશમાં અસ્થિરતા સર્જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રિપોર્ટ બાદ ચીનના કેનેડા સ્થિત રાજદુત ઝાઓ વેઈને દેશનિકાલ કરવામાં આવ્યા છે. તો સામે ચીને પણ શાંઘાઈ વાણિજ્ય દુતાવાસને 13 મે સુધી બંધ કરી દેવાની સુચના આપવામાં આવી છે.
તે ઉપરાંત ચીને વર્ષ 2019 અને 2021માં કેનેડાની ફેડરલ ચૂંટણીઓના પરિણામોને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ કેનેડાની સંસદમાં વારંવાર ચીનના રાજદુતને દેશનિકાલ કરવાની માગ કરી રહ્યા હતા.