કેનેડાની સેનાએ ભારતીયો માટે ભરતીના દ્વાર ખોલ્યા, સશસ્ત્ર દળોમાં જવાનોની ભારે ઘટ


  • Published By :
  • Published Date : 2022-11-14 18:27:16

કેનેડામાં નિવાસ કરતા ભારતીય સમુદાય માટે તે દેશની સેનામાં નોકરી મેળવવાનૌ માર્ગ મોકળો બની ગયો છે. દેશની ઘટતી વસ્તીથી પરેશાન કેનેડાની સરકારે હવે કેનેડાના સશસ્ત્ર દળોમાં હવે દેશમાં રહેતા કાયમી નિવાસીઓને પણ હવે સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે. કેનેડાની સેનામાં જવાનોની મોટા પ્રમાણમાં ઘટ સર્જાઈ છે.  


ભારતીયોને સેનામાં નોકરીની તક


મિડિયા રિપોર્ટ પ્રમાણે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસની જુની ભરતી પ્રક્રિયામાં બદલાવ લાવવાની ઘોષણા કરવાના પાંચ વર્ષ બાદ હવે આ ઘોષણા કરવામાં આવી છે. કેનેડાની સરકારના આ પગલાથી કેનેડામાં છેલ્લા 10 વર્ષથી નિવાસ કરતા ભારતીયો પણ નોકરી માટે અરજીઓ કરી શકશે.


કેનેડાની સેનામાં જવાનોની ભારે ઘટ


કેનેડાની સેનામાં ભરતીના ઈચ્છુક કે જેની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને તે ગ્રેડ 10 કે ગ્રેડ 12ની ડિગ્રી મેળવી તે અરજી કરી શકશે. CAFએ સપ્ટેમ્બરમાં હજારો ખાલી જગ્યાઓ ભરવાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમાંથી અડધા હોદ્દાઓ પર ભરતી કરવા માટે તેમણે આ વર્ષે દર મહિને  5,900 જવાનોની ભરતી કરવી પડશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?