ગુજરાત વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ સત્તા પક્ષ ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી.પણ લાંબી મહેનત અને મંથન બાદ હવે ગમે તે ઘડીએ ભાજપ પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકે છે. ત્યારે વડોદરાની વાઘોડિયા વિધાનસભાની બેઠક સતત પણ ચર્ચામાં રહી છે. સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર આ બેઠક પરથી દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ શકે છે
તો કોને ટિકિટ મળવાની શક્યતા છે
મળતી માહિતી અનુસાર મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપી ભાજપ દ્વારા વાઘોડિયામાં મહિલા ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે. જેમાં પારૂલ યુનિવર્સિટીના ચેરપર્સન પારુલ પટેલને ટિકિટ મળે તેવી સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે. અને જો તેમણે ટિકિટના આપે તો બીજા દાવેદાર છે ધર્મેશ પડ્યા કે ધર્મેન્દ્ર વાઘેલાના નામની પણ પસંદગી થઈ રહી છે
કેન્દ્રીય મંત્રીઓએ કરી ગુપ્ત બેઠક
સૂત્રોના આધારે મળતી માહિતી અનુસાર તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા વડોદરાની ટુંકી મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન વાઘોડિયા બેઠકના ભાજપના કેટલાક દાવેદારો સાથે તેમણે ગુપ્ત બેઠક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા નજીક આવેલ પદમલા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં બેઠક યોજાઇ હતી. ગુપ્ત બેઠક કરી વાઘોડિયા બેઠક અંગે ફરી સેન્સ મેળવ્યાની પણ ચર્ચા જાગી હતી. જેમાં વિગત મુજબ આ મિટિંગમાં વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પણ દૂર રખાયા હતા. બેઠકની મધુ શ્રીવાસ્તવને જાણ ન કરતા આગામી ચૂંટણીમાં ટિકિટને લઇને મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાય શકે તેવી ચર્ચા જાગી હતી.