અમદાવાદ: ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવાતા હોબાળો, હિન્દુ સંગઠનોના કાર્યકરોએ શિક્ષકને ફટકાર્યો


  • Published By :
  • Published Date : 2023-10-03 21:14:54

રાજ્યની શાળાઓમાં સાંસ્કૃતિક પ્રવૃતિઓના ભાગરૂપે થતાં કાર્યક્રમો ઘણી વખત વિવાદનું કારણ બનતા હોય છે. આજે અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવાતા હડકંપ મચી ગયો હતો. આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થતાં જ ABVP અને હિન્દુ સંગઠનો વીએચપી અને બજરંગ દળના કાર્યકરો સ્કૂલમાં ધસી આવ્યા હતા. રોષે ભરેલા આ કાર્યકરોએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો અને કલ્ચરલ એક્ટિવિટી કરાવતા શિક્ષકને ઢોર માર માર્યો હતો. 27 સપ્ટેમ્બરે ઈદને લઈને શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બીજા ધોરણમાં ભણતા પાંચ વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હોય તેવો વીડિયો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.



શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આ ઘટના અંગે સમગ્ર રિપોર્ટ મંગાવ્યો


હિન્દુ સંગઠનો કાર્યકરોએ પહેલા તો કેલોરેક્સ સ્કૂલના પ્રિન્સિપલની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરી હતી. બાદમાં શિક્ષકની ધોલાઈ કરી હતી.  જોકે, સ્કૂલના સંચાલકોએ ભૂલ સ્વીકારી લેખિતમાં માફી માગી છે. ભવિષ્યમાં આવી કોઈ ભૂલ નહીં થાય તેની ખાતરી આપી હતી. વાલીઓ અને હિંદુ સંગઠનોએ શાળામાં પહોંચી વિરોધ કર્યો તે બાદ શાળા તંત્ર દ્વારા નમાઝના કાર્યક્રમ બદલ માફીનામુ પણ જાહેર કરવામાં આવ્યુ છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેવી શાળા દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી. માફીનામામાં પણ આવી ભૂલ ન થાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રીએ જિલ્લાશિક્ષણાધિકારીને તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના સંચાલકોને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે.  અમદાવાદની  શાળામાં  નમાજને લઈને શિક્ષણમંત્રી એક્શનમાં આવ્યા છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આ ઘટનાને લઈને સમગ્ર રિપોર્ટ મંગાવ્યો છે.  શાળામાં વિવાદના મુળ સુધી પહોંચવા શિક્ષણમંત્રીએ સૂચના આપી છે. શાળામાં શિક્ષણના કાર્ય પર ભાર મૂકવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.   


શું હતો સમગ્ર મામલો?


કેલોરેક્સ સ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન ઇદના દિવસે વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવવામાં આવી હતી અને તેનો વીડિયો સ્કૂલે પહેલા પોતાના સોશિયલ મીડિયા પેજ પર ચડાવ્યો હતો બાદમાં ઉતારી લીધો હતો. જોકે એ સમયગાળા દરમિયાન આ વીડિયો વાયરલ થઇ ગયો હતો. જેને લઇને આજે સ્કૂલમાં હિન્દુ સંગઠનો વિરોધ કરવા પહોંચ્યા હતા.વિવાદને વકરતો જોઇને સ્કૂલ દ્વારા માફી માગવામાં આવી હતી. બીજી તરફ એબીવીપી દ્વારા સ્કૂલના પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. વીએચપીના આગેવાનો દ્વારા સ્કૂલ સામે પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ કેલોરેક્સ સ્કૂલને નોટિસ ફટકારી છે અને નમાઝ પઢાવવા બાબતે તત્કાલ સ્વરૂપે જવાબ રજૂ કરવા નિર્દેશ કરવામાં આવ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?