કોલકાત્તા હાઈકોર્ટે સીએમ મમતા બેનર્જીને મોટો ઝટકો આપ્યો છે, કોર્ટે 'રિપબ્લિક બાંગ્લા'ના પત્રકાર સન્તુ પાનને જામીન આપ્યા છે. પંશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના થઈ રહેલા જાતિય શોષણ મુદ્દે રિપોર્ટિંગ કરી રહેલા સન્તુ પાનની લાઈવ કેમેરા સામે બંગાળ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે રિપબ્લિક તરફથી સિનિયર એડવોકેટ મહેશ જેઠમલાણીએ કોર્ટમાં દલીલો કરી હતી. ઉલ્લેખનિય છે કે સન્તુ પાનની ધરપકડ બાદ દેશભરમાં પત્રકારોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા.
#UPDATE | Journalist Santu Pan, associated with Republic TV, who was arrested by West Bengal Police in Sandeshkhali on February 19 has been granted bail by the Court in Kolkata. https://t.co/xb2ufBU5xN
— ANI (@ANI) February 22, 2024
શું છે સમગ્ર મામલો?
#UPDATE | Journalist Santu Pan, associated with Republic TV, who was arrested by West Bengal Police in Sandeshkhali on February 19 has been granted bail by the Court in Kolkata. https://t.co/xb2ufBU5xN
— ANI (@ANI) February 22, 2024પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં આવેલા સંદેશખાલીમાં છેલ્લા એક મહિનાથી માહોલ ગરમ છે. ટીએમસી નેતા શાહજહા શેખ તેના સાથીદારો શિબૂ હાજરા અને ઉત્તમ સરદાર સહિતના લોકો પર આરોપ છે કે કે સુંદર મહિલાઓને ઘરેથી ઉપાડીને ટીએમસીની સ્થાનિક ઓફિસ લઈ આવતા હતા અને તેમનું જાતિય શોષણ કરતા હતા. આ મહિલાઓને બંદી બનાવી રાખતા હતા. રાષ્ટ્રિય મહિલા આયોગ (NCW)ની અધ્યક્ષ રેખા શર્માએ આ વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં આ મહિલાઓ તરફથી ફરિયાદ નોંધાવી હતી.