ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી, સરકારે લીધા આ મહત્વના નિર્ણયો


  • Published By :
  • Published Date : 2023-02-14 19:14:30

ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ મિટિંગમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે તે અંગે જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે સામાન્ય રીતે બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે. પરંતુ આ વખતે બુધવાર અને ગુરુવારે વિધાનસભામાં ગણેશ વાસુદેવ માવળંકર સાંસદીય બ્યુરો દ્વારા ધારાસભ્યો માટેનું વર્કશોપ યોજાવાનું છે. જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહેવાના છે. તે કારણે કેબિનેટની બેઠક એક દિવસ વહેલા એટલે કે આજે મંગળવારે યોજાઈ હતી.


ખાતાકીય પરીક્ષાઓ માટે પોલીસી બનશે


ઋષિકેશ પટેલે કેબિનેટ મિટિંગમાં લેવામાં આવેલા મોટા નિર્ણયો જેવા કે રાજ્ય સરકાર ખાતાકીય પરીક્ષાઓ માટે પોલીસી બનાવશે અને વિલંબ થઈ છે તેવી તમામ સંવર્ગની પરીક્ષાઓ માટે ડેટા તૈયાર થશે. ઝડપી પરીક્ષાનું આયોજન થાય તે માટે અને નિયમિત પરીક્ષા ભવિષ્યમાં લેવાય તે માટે આદેશ અપાયા છે. પ્રમોશન નથી મળ્યા તેવા કર્મચારીઓ માટે માળખું તૈયાર કરવા અંગે વિચાર વિમર્સ થયો છે.


શાળાઓમાં ગુજરાતી અનિવાર્ય


ગુજરાતી ભાષાને લઈ ઋષિકેશ પટેલે જણાવ્યું કે, શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવા બાબતે સરકાર દ્રઢ સંકલ્પ છે. તેમણે કહ્યું કે ગુજરાતી ભાષા ભણાવાતી ન હોય તેવી શાળાઓ સામે કડક પગલા લેવાશે. ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા આદેશ કરાયો હતો જે બાદ પણ કેટલીક વિદ્યાલયો ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી જો કે, હવે સરકારે કડક હાથે કાર્યવાહી કરવાની સરકારે તૈયારી દર્શાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી. વળી આ જ મુદ્દે અગ્રણી સાહિત્યકારો મંત્રી ઋષિકેશ પટેલને મળ્યા હતા અને  રજુઆત કરી હતી. 


માતૃભાષા દિવસની ઉજવણી


રાજ્ય સરકાર માતૃભાષાનું ગૌરવ વધારવા માટે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરશે. આ મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ છે. જેમાં નિર્ણય લેવાયો કે, ગુજરાતમાં વિશ્વ માતૃ ભાષા દિવસ પર ભવ્ય કાર્યક્રમ યોજાશે. હાથીની અંબાડી પર ગુજરાતી પુસ્તકોની યાત્રા નીકળશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?