કેન્દ્ર સરકાર CNG અને PNGના ભાવમાં 10 ટકા જેટલો ઘટાડો કરે તેવું અનુમાન છે, પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટએ સ્થાનિક કુદરતી ગેસના ભાવ નિર્ધારણની નવી ફોર્મ્યુલાને મંજુરી આપી છે. તે સાથે જ CNG અને PNGના ભાવની મહત્તમ સીમા નક્કી કરી છે. કેબિનેટએ એપીએમ ગેસ માટે 4 ડોલર પ્રતિ એમએમબીટીયુના ટેકાના ભાવને મંજુરી આપી દીધી છે. તે સાથે જ મહત્તમ મૂલ્ય 6.5 ડોલર પ્રતિ એમએમબીટીયુ રાખવા પર પણ મહોર લાગી ગઈ છે.
#Cabinet approves revised domestic gas pricing guidelines price of natural gas to be 10% of the monthly average of Indian Crude Basket, to be notified monthly. Move to ensure stable pricing in regime and provide adequate protection to producers from adverse market fluctuation . pic.twitter.com/m7vgunaj2O
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) April 6, 2023
ક્રૂડ સાથે લિંક હશે ભાવ
#Cabinet approves revised domestic gas pricing guidelines price of natural gas to be 10% of the monthly average of Indian Crude Basket, to be notified monthly. Move to ensure stable pricing in regime and provide adequate protection to producers from adverse market fluctuation . pic.twitter.com/m7vgunaj2O
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) April 6, 2023નવી ફોર્મ્યુલા હેઠળ હવે સ્થાનિક પ્રાકૃતિક ગેસના ભાવ આંતરરાષ્ટ્રિય હબ ગેસની જગ્યાએ ઈમ્પોર્ટેડ ક્રુડની સાથે લીંક હશે. સ્થાનિક ગેસની કિમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક દામને મંથલી એવરેજના 10 ટકા હશે. તેના કારણે પીએનજી, સીએનજી, ફર્ટિલાઈઝર પ્લાંટ વગેરેને ફાયદો થશે. જેનો સીધો લાભ સ્થાનિક ગ્રાહકોથી લઈને ખેડૂતો, વાહન ચાલકોને થશે.