ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ આજે 5મી જુલાઈના રોજ CA ઈન્ટરમીડિયેટ અને CA ફાઈનલના પરિણામો જાહેર કર્યા છે. ICAI CA ની ઇન્ટર અને ફાઇનલ પરીક્ષા મે 2023 માં યોજાવાની હતી. ICAI દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ વર્ષની CA ફાઈનલ પરીક્ષાઓમાં તેમના પ્રદર્શનના આધારે 13,430 વિદ્યાર્થીઓને સફળ જાહેર કરવામાં આવ્યા છે.
અક્ષય જૈને ટોપ કર્યું
ICAIએ CA રિઝલ્ટ 2023 હેઠળ ફાઈનલ અને ઈન્ટરમિડીએટની મે મહિનામાં લેવાયેલી પરીક્ષામાં મહત્તમ અંક પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓમાં (CA Toppers List 2023) પણ જારી કર્યું છે. આ લિસ્ટ મુજબ અમદાવાદના અક્ષય જૈને આ વર્ષે CA ફાઈનલ પરીક્ષામાં ટોપ કર્યું છે. તેણે 800 માંથી 616 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. જ્યારે બીજા નંબરે ચેન્નાઇનો કલ્પેશ જૈન રહ્યો હતો. જેણે 603 માર્ક પ્રાપ્ત કર્યા છે. નવી દિલ્હીના પ્રકાશ પ્રકાશ વાર્ષનેય ત્રીજા ક્રમાંકે રહ્યો હતો. તેણે 574 પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતા. જ્યારે હૈદરાબાદના વાય ગોકુલે ઇન્ટરમાં ટોપ કર્યું છે. અગાઉ, સંસ્થા દ્વારા તાજેતરની નોટિસ જારી કરીને CA ફાઇનલ પરિણામ મે 2023 અને CA ઇન્ટર રિઝલ્ટ મે 2023ની તારીખ આપવામાં આવી હતી. ICAI દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, ફાઇનલ અને ઇન્ટર-મે પરીક્ષાના પરિણામો બુધવારે જાહેર થવાના હતા.