ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બન્યું છે. નિવેદનમાં સી.આર.પાટીલ કહી રહ્યા છે અલ્પેશ ઠાકોર જે રીતના ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યાર બાદ તેમનામાં શિષ્ટ આવી એ ઉદાહરણ આપે છે! આ નિવેદન એ બધા લોકો માટે છે જે પક્ષ પલટો કરી અને ભાજપમાં આવ્યા છે એને ટકોર કરે છે. આ નિવેદનમાં તેમણે કહ્યું કે આ તો ભાજપ છે શિસ્તમાં તો રહેવું પડશે. ગઈકાલે અમદાવાદમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન આવ્યું હતું. સી.આર.પાટીલના નિવેદન પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
ભાજપમાં પહેલા જેવી શિસ્ત નથી રહી!
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જો આવું કહેતા હોય તો એનો મતલબ એ છે કે એમના કાન સુધી એ વાત પહોંચી છે કે ભારતીય જનતા પાર્ટીમાં હવે પહેલાની જેવી શિસ્તા નથી રહી. જે શિસ્ત હતી એ ઓછી થઈ ગઈ છે. અવાર- નવાર આપણે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓના એવા નિવેદન સાંભળ્યા છે જે પાર્ટીના બીજા નેતા માટે હોય. સી.આર.પાટીલના નિવેદન બાદ એ પણ સવાલ એ પણ ઉભો થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં અલ્પેશ ઠાકોર આવ્યા એના પહેલા શિસ્તમાં ન હતા?
ભાજપના જ ધારાસભ્યો ખોલી રહ્યા છે અંદરની પોલ!
ગઈકાલની જ વાત લઈએ તો ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જાહેર મંચ પરથી કહ્યું કે મારી પાર્ટીના નાના કાર્યકર્તાઓ જ મારું અપમાન કરે છે. એનો મતલબ એ છે કે શિસ્તબદ્ધ પાર્ટીમાં કાર્યકર્તાઓ ધારાસભ્યનું અપમાન પણ કરે છે અને એમની મજાક પણ ઉડાડે છે. એની સામે મનસુખ વસાવા એવું પણ કહ્યું હતું કે પક્ષની વાત છે સમાધાન કરવું જોઈએ. પક્ષની વાત જાહેર મંચ પરથી ન કરવી જોઈએ. આ તો રાજકારણ છે, આમાં તમે ક્યાં સુધી કેટલું છુપાવી શકશો? જો પક્ષમાં ડખા છે તો એ સામે આવશે જ અને દેખાશે જ. જો પ્રદેશ અધ્યક્ષને દેખાઈ રહ્યું છે કે પક્ષમાં હવે ડખા થવાના શરૂ થયા છે તો એ ડખા સામાન્ય જનતાને પણ દેખાશે.