સી.આર.પાટીલે માત્ર પ્રશંસા નથી કરી, બહુ બધાને ઈશારો કર્યો છે કે ટિકીટ તો કપાશે! પાર્ટી માટે કામ કરો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-27 16:17:48

181માંથી 182 સીટ જીતીશું એવો લક્ષ્યાંક ભાજપ આપી શકે છે કેમ કે ક્યારેક દમથી, ક્યારેક નામથી, ક્યારેક સત્તાથી તો ક્યારેક વિચારથી, પણ પાર્ટીના કમિટેડ લાખો લોકો છે જે સતત એની જીત માટે કામ કરે છે, પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ ગણિત સાચું પડશે?


 ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ઉદાહરણ કેમ આપવું પડ્યું?

સી.આર.પાટીલે ગુરૂવારે બપોરે ત્રણ ટ્વીટ કરીને સુરત ભાજપના નેતા પ્રફલ પાનશેરીયાનું ઉદાહરણ આપ્યું, તેમણે કહ્યું કે “ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ જન-જનની સેવા માટે સમર્પિત છે. એમનાં મનમાં પોતાનાં હિત કરતાં પાર્ટીનું હિત, લોકોનું હિત વધારે મહત્વનું છે એનું આગવું ઉદાહરણ સુરત ભાજપાનાં શ્રી પ્રફૂલભાઇ પાનશેરિયાએ પૂરું પાડ્યું છે.” સુરત ભાજપના આ નેતાનું ઉદાહરણ આપીને સી.આર.પાટીલ ટુંકમાં કહી રહ્યા હતા કે ટિકીટ મળે કે ના મળે પણ કાર્યકરોએ પાર્ટી માટે લડવું જોઈએ અને ભાજપમાં નામો જાહેર થાય પછી સ્થિતી બગડશે એવું માનનારા લોકોને આડકતરો ઈશારો પણ કરી રહ્યા હતા.


આ વખતે દાવેદારો અનેક છે, ટિકીટ કપાયા પછી નેતાઓ નારાજ ના થાય એનું ધ્યાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું હતું, પેટાચૂંટણીઓમાં પણ ભાજપે બધી સીટ પર જીત મેળવી તો દેખીતી જ રીતે પાટીલને અપેક્ષા હોય કે આ વખતે વિધાનસભામાં પણ જેને પાર્ટી ટિકીટ આપે એને સર્વગ્રાહી રાખીને કાર્યકરો સ્વિકારી લે, કમળને જ પોતાનો ઉમેદવાર માને, પણ વાત જ્યારે દિગ્ગજોના ટિકીટ કપાવવાની આવે ત્યારે આ વાત એટલી આસાન રહેવાની નથી.


જો આમની ટિકીટ કપાઈ તો ભાજપને તકલીફ પડી શકે!



આ દિગ્ગજોની ટિકીટ કપાવાનું લગભગ નક્કી!




2022 કોઈ માટે સરળ નથી!

ભાજપ હોય કે કૉંગ્રેસ કોઈના માટે આ જંગ આસાન નથી, કેમ કે ત્રીજા પક્ષમાં આમ આદમી પાર્ટીએ પોતાનું મેદાન બનાવ્યું છે, ભલે એ મેદાન એટલું વિશાળ નથી પણ ભાજપ કે કૉંગ્રેસ બંનેમાંથી કઈ સીટ પર કોને જીતાડવા એના માટે મહત્વનું છે. અને એટલે જ આ જંગ રસપ્રદ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે