ગુજરાત
વિધાનસભા
ચુંટણી
જેમ
જેમ
નજીક
આવી
રહી
છે
તેમ
આપ
અને
ભાજપની
ટક્કર
વધી
રહી
છે
વિધાનસભા ચૂંટણી પહેલા AAP
વિવિધ ગેરન્ટીઓ આપી રાજ્યની જનતાને આકર્ષવાની કોશિશ કરી હતી. આ દરમિયાન સી.આર.પાટીલે કોઈપાર્ટીનું નામ લીધા વિના આડકતરી રીતે AAP
પર નિશાના
કર્યા
છે.
તેમણે આ દરમિયાન શિક્ષણ, સુવિધાઓ, રોડ-રસ્તા સહિતની સુવિધા પર નજર કરવા AAPના અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપ્યું છે અને તેમણે કહ્યું લોકો ગુજરાતમાં આવી તમને ગેરમાર્ગએ દોરવાનો પ્રયાસ કરશે અને તમને લાલચવા વાળી વાતો કરશે અને આની સાથે તેમણે કોંગ્રેસને પણ આડેહાથ લીધા છે .....
શું કહ્યું C R પાટિલે ??
સી
આર
પાટિલે
AAPનું
નામ
લીધા
વગર
કહ્યું
“
તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો શિક્ષણ નીતિની વાતો કરતા હોય છે. તેમને મારું આમંત્રણ છે કે અહીં આવીને સ્કૂલોની સ્થિતિ જોઈ જાવ. અહીં અમે જે પ્રમાણે વિદ્યાર્થીઓને સુવિધાઓ આપી છે, એના પર એક નજર કરો. સુરતની મનપાની શાળાઓમાં અમે જે પ્રમાણેની સુવિધાઓ આપીએ છીએ એને જોઈને તમે બધા દાવાઓ ભૂલી જ જશો”
પાટીલે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા
સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને વળતો જવાબ આપી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના રાજમાં તો જનતાની વાત કોઈ સાંભળતું પણ નહોતું. અહીં અધિકારીઓ જનતા સામે તૂ-તૂ-મે-મે કરવામાંથી ઉંચા આવતા નહોતા. તે સમયે સામાન્ય જનતાને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો.