C.R.Patilએ કરી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક? પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિવાદને શાંત કરવા હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી મેદાનમાં?


  • Published By :
  • Published Date : 2024-04-25 17:53:30

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે... ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ આ વિવાદ શાંત થયો નથી... ત્યારે આ વિવાદ જલ્દી શાંત થાય તે માટે હર્ષ સંઘવી તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરને મેદાનમાં ઉતાર્યા છે.. અલગ અલગ જગ્યાઓ પર આ બંને નેતાઓ બેઠકો કરી રહ્યા છે. મહત્વનું છે આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી.આર.પાટીલે મુલાકાત કરી હતી. દક્ષિણ ગુજરાતના 108 આગેવાનો સાથે પાટીલે વાતચીત કરી. 

ક્ષત્રિય સમાજમાં ભભૂકી ઉઠેલા રોષને શાંત કરવા કવાયત 

ગુજરાતમાં લોકસભા ચૂંટણી યોજાવાને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે... એક તરફ પ્રચારનો ધમધમાટ છે તો બીજી તરફ વિરોધનું વંટોળ છે... ક્ષત્રિય સમાજ આર પારની લડાઈ લડવા માટે મેદાનમાં હોય તેવું લાગી રહ્યું છે તો ભાજપે પણ આ વિવાદને શાંત કરવા, ડેમેજ કંટ્રોલ કરવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને તેમજ સંગઠન મહામંત્રીને મેદાનમાં ઉતાર્યા છે. છેલ્લા થોડા દિવસોમાં આ બંને નેતાઓ દ્વારા અનેક જગ્યાઓ પર બેઠક કરવામાં આવી અને આ બેઠકોમાં ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ હતા.. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી હતી કે ક્ષત્રિય સમાજના પણ આગેવાનો બેઠકમાં હાજર હતા..



આ જગ્યાઓ પર કરવામાં આવી છે બેઠક    

આ વિવાદને શાંત કરવા અને ક્ષત્રિય સમાજને મનાવવા ગુજરાતના અલગ અલગ શહેરોમાં આને  લઈ 10થી વધુ બેઠક થઈ ચૂકી છે. જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર,કચ્છ , હિંમતનગર , બનાસકાંઠા , રાજકોટ સહિતના વિસ્તારોમાં આ બેઠકો થઈ ગઈ. આ તમામ બેઠકોમાં થયેલી વાતોને ગુપ્ત રાખવામાં આવી છે. પરંતુ મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર આ બેઠકમા ચર્ચા થાય છે. પહેલું બીજેપી હાઈકમાન્ડએ ક્ષત્રિય સમાજની લાગણીઓનો આદર કરવા સૂચના આપી છે .



બેઠકમાં અપાયા આ સૂચન! 

આ દરેક બેઠકો શરુ થતાં જ એક વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે કે , પરષોત્તમ રૂપાલાએ જે પણ નિવેદન કર્યું તેનો બચાવ ભાજપ કરતુ નથી. ભાજપ તરફથી થયેલા પ્રયાસ અને મંગાયેલી માફીના પ્રયાસોની જાણ ક્ષત્રિય સમાજને કરવામાં આવે છે. આ સાથે જ સામાજિક નેતાઓ સાથે કરાયેલા સંકલનની જાણકારી અપાય છે. તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ સૂચના આપી છે કે , સમાજની ભાવનાઓ જયારે શાંતિપૂર્ણ રીતે વ્યક્ત થતી હોય ત્યારે , તેમાં અડચણ ન બનવું . ક્યાંય પણ ભાવના વ્યક્ત કરતી વખતે કે વિરોધ કરતી વખતે વર્ગવિગ્રહ ના થાય તેની સૂચના અપાઈ છે . 


ભાજપના નેતા અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે મળી હતી બેઠક!

આ બેઠકોમાં છેલ્લે એક વાત તો ચોક્કસ કરવામાં આવે છે , ભાજપનો પાયો મજબૂત કરવામાં ક્ષત્રિય સમાજની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે . ભાજપ અને ક્ષત્રિયો સિક્કાની બે બાજુ સમાન છે. ક્ષત્રિયોના ભાજપ સાથેના તાર અને ભાજપની ક્ષત્રિયો માટેની લાગણી દિલથી જોડાયેલી છે. મહત્વનું છે કે આની પહેલા ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજના લોકો અને ભાજપના નેતાઓ વચ્ચે બેઠક મળી હતી. એ બેઠકમાં એવી આશા હતી કે વિવાદનો અંત આવશે પરંતુ તેવું ના થયું. ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે જ્યારે ભાજપ પણ આ વિવાદને શાંત કરવામાં લાગી ગઈ છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.