વિધાનસભામાં કોંગ્રેસને નેતા વિપક્ષના પદ મુદ્દે CR પાટીલે આપ્યો આવો જવાબ


  • Published By :
  • Published Date : 2023-01-22 14:31:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થયા બાદ પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું કદ વધ્યું છે. ભાજપને 156 સીટો મળી તે માટે પાટીલની સચોટ રણનિતી અને પીએમ મોદીનું કરિશ્માતી નેતૃત્વને યથ આપવામાં આવે છે. મોદીની લોકપ્રિયતાની ખુદ સી આર પાટીલે પણ પ્રશંસા કરી છે. તેમણે મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું હતું કે પીએમ મોદીના લોકપ્રિયતાના કારણે જ સત્તા વિરોધી લહેર હોવા છતાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. 


નેતા વિપક્ષ અમારી જવાબદારી નથી-પાટીલ


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળશે? તે મુદ્દે સી આર પાટીલે સ્પષ્ટતા કરતા કહ્યું કે લોકશાહીમાં મજબૂત વિપક્ષ હોવો જોઈએ, પરંતુ તેની જવાબદારી શાસક પક્ષની નથી હોતી. જે વિપક્ષ હોય તેણે સારી મહેનત કરવી જોઈએ. જો કે પાટીલે આ અંગે કોઈ પાર્ટીનું નામ લીધા વગર જ શાબ્દિક પ્રહારો કર્યા હતા.  


2024ની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ  બનાવશે


વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે અંગે સીઆર પાટીલે નિવેદન કહ્યું કે આગામી 2024 ચૂંટણીમાં ભાજપ મોટો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. પાર્ટીએ ઘણી બેઠકો જીતી છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. તે ઉપરાંત તેમણે આગામી લોકસભાની ચૂંટણીની જીત માટે મોદી મેજિકથી લઈ રણનીતિ અંગે પણ જાણકારી આપી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?