C R પાટિલએ કર્યા કેજરીવાલ પર પ્રહાર !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 20:20:54

C R પાટિલએ કર્યા કેજરીવાલ પર પ્રહાર !!!!

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના એક કાર્યક્રમમાં C R પાટિલએ સભાને સંબોધતા કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું જૂઠાણાનો સરદાર એક પછી એક ગેરેન્ટી આપે છે. કારણ કે તેને આપીને ભૂલી જવાની છે પણ નરેન્દ્ર ભાઈ જે કહે છે તે કરી બતાવે છે.”

 

દ્વારકામાં ડિમોલીશન પર શું કહ્યું પાટિલે ?

જ્યારે પાટિલએ દ્વારકા ડિમોલીશન પર વાત કરતાં કહ્યું કે દ્વારકાએ શ્રી કૃષ્ણની નગરી છે ત્યાં કોઈ ગેરકાયદેસર બાંધકામ હોવું જોઈએ નહીં. અને એટલેજ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની સૂચનાથી દ્વારકા પ્રસાશન દ્વારા ગેર કાયદેસર બાંધકામ તોડી દેવામાં આવ્યું છે.. અને જેના કારણે લોકોએ દ્વારકા પ્રસાશનનો આભાર વ્યક્ત કર્યો છે.

 

કોંગ્રેસ પર પણ કર્યા પ્રહાર

કેજરીવાલ સાથે સાથે કોંગ્રેસ પર પણ સી આર પાટિલે પ્રહાર કર્યા તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું સોનિયાનું રિમોટ તૂટવા આવ્યું છે. ચૂંટણીઓમાં સોનિયા કુંવરને આગળ રાખતા હતા પણ કુંવર જ્યાં જાય ત્યાં ઉમેદવાર તો ઠીક કોંગ્રેસ હારી જાય છે. રાહુલ ગાંધી દેશ જોડે યાત્રા કરવા નિકળ્યા પણ ગુજરાતને સાઈડ લાઇન કર્યું કારણ કે તેને ગુજરાત પ્રત્યે પ્રેમ નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?