મજાકિયા મૂડમાં દેખાયા C.R.Patil, Veravalમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પણ....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-04 15:27:29

અનેક વખત આપણે પત્ની પતિના જોક્સ સાંભળ્યા હશે જેમાં કલાકારને કહેતા સાંભળ્યા હશે કે પત્નીથી ડરવું જોઈએ વગેરે વગેરે... પતિ પત્નીથી ડરે છે તેવી વાતો પણ સાંભળી હશે, સામાન્ય માણસો તો ડરતા હોય છે પત્નીથી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી પણ પોતાની પત્નીથી ડરે છે...! જી હા આ વાત સીઆરપાટીલે જાહેર કાર્યક્રમમાં કરી હતી. વેરાવળના ડાભોર ગામ ખાતે સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા હોસ્પિટલ નિર્માણ કરવામાં આવી છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ, અમરીષ ડેર.સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

અંબરીશ ડેર વિશે સી.આર.પાટીલે કહી આ વાત!

આ જનસભાને સંબોધતી વખતે સી.આર.પાટીલ એકદમ મજાકીયા મૂડમાં દેખાયા હતા. જાહેર સભાને સંબોધતા ગુજરાતના ભાજપ અધ્યક્ષે કોંગ્રેસના રાજુલાના પૂર્વ ધારાસભ્ય પર મજાકીયા ટોનમાં તેમણે બસ મુસાફરીને યાદ કરી હતી. સી.આર.પાટીલે કહ્યું કે જેના માટે બસમાં રૂમાલ મૂક્યો હતો અને જે બસ ચૂકી ગયા તે અંબરીશભાઈનું સ્વાગત કરું છું પાટીલ આટલેથી ન અટક્યા વધુમાં કહ્યું કે ચિંતા નાં કરો મારા મિત્ર છે અને હું એને લઈ આવીશ. 

મુખ્યમંત્રીને પણ ડરતા જોયા છે - સી.આર.પાટીલ

આ કાર્યક્રમમાં માયાભાઈ આહીરના પત્ની સ્ટેજ પર ન હતા તેને લઈને પણ સી.આર.પાટીલે મજાકીયા મૂડમાં ટિપ્પણી કરી હતી. રમૂજ કરતા કરતા તેમણે કહ્યું કે આમ તો બધા જ પત્નીથી ડરતા હોય છે. મુખ્યમંત્રીને પણ મેં ડરતા જોયા છે. આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા અને લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?