C.J.Chavdaએ MLA પદ ઉપરથી આપ્યું રાજીનામું, હાઈકમાન્ડને ખુશ કરવાની એટલી બધી ઉતાવળ હતી કે ધારાસભ્ય ભૂલી ગયા વડોદરામાં બનેલી દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2024-01-19 11:41:10

વડોદરામાં આટલી દુઃખદ મોટી દુર્ઘટના સર્જાઈ છે. છતાંય આ નેતાઓ રાજકારણ કરવામાંથી ઊંચા નથી આવતા  આ નેતાઓ છે, એ લોકો માત્ર પોતાનું જ વિચારતા હોય છે. કેટલાક નેતાઓ એવા છે જેમને કઈ જ ફર્ક નથી પડતો હોતો કોણ મરે કોણ જીવે બસ એમને એટલું જ જોઈએ કે અમને વોટ આપો અને જિતાવો. એવા જ એક કોંગ્રેસના ધારાસભ્ય છે જે ક્યારના ભાજપમાં જાઉં જાઉં કરતા હતા તેમણે રાજીનામુ આપી દીધું છે 

સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર બની શકે છે સી.જે.ચાવડા 

ગુજરાત કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો ફટકો પડ્યો છે કારણ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડાએ રાજીનામું આપી દીધું છે. ચૂંટણી આવે એટલે આપણને ખબર જ છે કે આયા રામ ગયા રામ થવાનું જ છે અને આપણે ફરી એકવાર વોટ આપવા લાઈનમાં ઉભું રહેવાનું છે કારણ કે પેટા ચૂંટણી તો થવાની જ છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચી રાજીનામું આપ્યું અને સી. જે ચાવડા ગમે ત્યારે જોડાઈ શકે છે ભાજપમાં. સાબરકાંઠાથી લોકસભાના ઉમેદવાર બની શકે છે સીજે ચાવડા..ભાજપ હાઈ કમાન્ડ સાથે બેઠક થયા બાદ સીજે ચાવડાએ કોંગ્રેસને રામરામ કર્યા છે. 



જો થોડા સમય બાદ રાજીનામું આપ્યું હોત તો શું બગડી જતું? 

ધારાસભ્ય એટલે જનપ્રતિનિધિ કહેવાય પણ જનપ્રતિનિધિને પોતાની જ પરવાહ હોય એવા જનપ્રતિનિધિને શું કહેવા જવું કારણ કે વડોદરાના હરણી તળાવમાં દુઃખદ ઘટના સર્જાઈ છે છતાંય આ ધારાસભ્યને એટલી ઉતાવળ હતી તેઓએ મોતનો મલાજો પણ ન સાચવ્યો પણ પોતાની કારકિર્દી સાચવવા પહોંચી ગયા રાજીનામુ આપવા. એમને જરાય એમ નહિ થયું હોય કે આખું વડોદરા સુમસામ છે. આ ઘટનાથી ઠેર ઠેર દુઃખદ વાતાવરણ છે તેની વચ્ચે તમે તમારું રાજકારણ અને પક્ષપલટો થોડા સમય માટે ભૂલી જાઓ. હાઇકમાંડને ખુશ કરવાની એટલી તો કેટલી ઉતાવળ હતી કે મોતનો મલાજો પણ તમે ના જાળવી શક્યા...


વિધાનસભાનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે... 

કોંગ્રેસ અને આપ આદમી પાર્ટીમાંથી વધુ રાજીનામાં પડી શકે છે ભાજપે તો જેમ શાળામાં ભરતી થતી હોય એમ દુકાન ખોલી દીધી છે કે આવો અમારે ત્યાં ભરતી થાઓ અમારા દરવાજા ખુલ્લા છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. 182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટી ગઈ છે.   


આગામી સમયમાં વધુ ધારાસભ્યો આપી શકે છે રાજીનામું 

વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. આ ધારાસભ્યના રાજીનામાં બાદ ઘટીને 15નું થઈ ગયું છે. કોંગ્રેસમાં ભૂકંપ તો ત્યારે સર્જાયો જ્યારે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું હતું. આવનારા દિવસોમાં હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવી ચર્ચા ચાલી રહી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.