સી.જે. ચાવડા 12 ફેબ્રુઆરીએ વિજાપુરમાં સી.આર. પાટીલના હાથે કેસરિયો ખેસ ધારણ કરશે, આ સીટ પરથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-02-05 22:47:03

આગામી લોકસભા ચૂંટણીને લઈ કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ ભાજપે વિપક્ષના નેતાઓ માટે ભરતી અભિયાન શરૂ કર્યું છે. આ રાજકીય ભરતી મેળોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉપરાંત હોદ્દેદારો એક પછી એક કેસરિયા કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જે બાદ ગઈકાલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલનું કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતુ. હવે આગામી 12 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

 

સી.આર. પાટીલના હાથે કેસરિયો ખેસ ધારણ કરશે


ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આગામી 12 ફેબ્રુઆરીના રોજ વિજાપુરમાં યોજાનારા એક  કાર્યક્રમ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં જ સી.આર. પાટીલ કેસરિયો ખેસ પહેરાવીને સી.જે. ચાવડાનું ભાજપમાં સ્વાગત કરશે. જે બાદ સી.જે. ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે એવું કહેવાય છે કે, આગામી લોકસભાની ચૂંટણીની સાથે જ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. આથી વિજાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા સી.જે. ચાવડાને ભાજપ ફરીથી આજ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...