BZની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો


  • Published By : Admin
  • Published Date : 2024-12-27 19:05:13

Big Breaking
BZની આખરે ધરપકડ!

ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ઓળખાતો હતો BZ નામે અને કથિત 5500 કરોડના કૌભાંડનો જેમના પર આરોપ છે એમની મહેસાણા પોલીસે ધરપકડ કરી છે. 

રોકાણકારો રોતા રહ્યા, લોભીયા લૂંટાયા, ધૂતારો ધૂુતી ગયો

પોલીસને એક મહિનો લાગ્યો બીઝેડને પકડતા


અનેક રેડ પછી પણ હજાર કરોડના ટ્રાન્ઝેક્શન નથી પકડાઈ શક્યા

બીઝેડના પકડાવવાથી હવે પટલ ખુલે એવી શક્યતા

સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ હવે પત્રકાર પરિષદમાં સંપુર્ણ માહિતી બહાર પાડે એવી શક્યતા

લાખો લોકોના રૂપિયા ફસાયેલા, પાછા મળવાની સંભાવનાઓ નહિવત થઈ



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.