દેશની સૌથી મોટી એડટેક કંપની બાયજુ (Byju's)માં 400 કર્મચારી છટણી, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-08-18 20:46:50

દેશની સૌથી મોટી એડટેક કંપની બાયજુ (Byju's)માં મોટી છટણી કરવામાં આવી છે. કંપની મેન્ટરિંગ (mentoring) તથા પ્રોડક્ટ એક્સપર્ટ ડિવિઝન (product expert division)માંથી 400 કરતાં વધુ વધારે કર્મચારીની છટણી કરી હોવાની જાણકારી મળી છે. ગયા મહિને અનેક કર્મચારીઓના પર્ફોમન્સ રિવ્યુ (Performance Review)બાદ જેમને 17મી ઓગસ્ટના રોજ રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે.


કંપનીએ છટણીની વાતને નકારી


વર્તમાન તથા ભૂતપૂર્વ કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે 400 જેટલા કર્મચારીઓને ગુરુવારે છટણી (Layoffs) માટે HR દ્વારા કહેવામાં આવ્યું હતું. અલબત્ત BYJUએ ભારપૂર્વક કહ્યું છે કે આ છટણી ખર્ચકાપ (Cost-Cutting)ના ભાગરૂપે નથી અને તેનાથી આશરે 100 કર્મચારીને અસર થઈ છે. પર્ફોમન્સ ઈન્પ્રૂવમેન્ટ પ્લાન બાદ 'Meet Expectations"ને હાંસલ કરવામાં નિષ્ફળ જતા યોગ્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે HRએ કર્મચારીઓને કોલ કર્યો હતો અને વાકેફ કરવામાં આવ્યા હતા કે તેમના ઈમેલ એડ્રેસ (email addresses) આગામી બે કલાકમાં ડિએક્ટિવેટેડ (deactivated) થઈ જશે. તથા પે સ્લીપ્સ અને અન્ય દસ્તાવેજોને ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું.


મની-લોન્ડ્રિંગની ચાલી રહી છે તપાસ 


અત્રે ઉલ્લેખનીય છે કે  Byju's હાલ અનેક મુશ્કેલીનો સામનો કરી રહી છે. કંપનીના પરિસરમાં મની-લોન્ડ્રિંગ તપાસ સાથે જોડાયેલા અધિકારીઓએ તેના કાર્યાલયોની તપાસ કરી હતી તથા તેના બોર્ડમાંથી કેટલાક ડિરેક્ટર તથા ઓડિટર્સે રાજીનામા આપી દીધા હતા. 1.2 અબજ ડોલરના દેવાને લગતી શરતોમાં સુધારો કરવા આ મહિનાની શરૂઆતમાં તેના ક્રેડિટર્સ દ્વારા નક્કી કરવામાં આવેલી નિયત તારીખ પણ ચુકી જવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?