એડટેક સ્ટાર્ટઅપ Byju’sએ ફરી છટણી કરી, 1,500 કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યા


  • Published By :
  • Published Date : 2023-02-03 14:25:44

વૈશ્વિક આર્થિક મંદીથી સૌથી મોટો ફટકો સ્ટાર્ટઅપ્સને પડી રહ્યો છે. હવે વિવિધ સ્ટાર્ટઅપ્સ તેમનો ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની છટણી કરવા માટે મજબુર બન્યા છે. દેશના જાણીતા એડટેક સ્ટાર્ટઅપ Byju’sએ 4 મહિના પછી 1,500 કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. આ વખતે તો કંપનીએ સિનિયર અધિકારીઓનો પણ સપાટો બોલાવ્યો છે.


આ પહેલા પણ કરી હતી છટણી


Byju’sએ લગભગ 4 મહિના પહેલા ઓક્ટોબર 2022માં 5 ટકા એટલે કે 2,500 કર્મચારીઓની નોકરીમાંથી છટણી કરી હતી.  હવે ફરી નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે. આ વગતે સ્ટ્રેટેજી, ટેકનોલોજી પ્રોડક્ટ, ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના સિનિયર્સનો સમાવેશ થાય છે. ઉલ્લેલખનિય છે કે આ તમામ સિનિયર્સને 1 કરોડ સુધીનો પગાર મળતો હતો.  


એડડેક સ્ટાર્ટઅપ્સની હાલત કફોડી


 દેશના એડડેક સ્ટાર્ટઅપ્સ જોરદાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. તેમની હાલત એટલી હદે કફોડી બની છે ધડાધડ છટણી કરી રહ્યા છે. લોંગહાઉસ કન્સલ્ટિંગના ડેટા દર્શાવે છે કે વર્ષ 2022 માં, સૌથી વધુ છટણી 7,868 એટલે કે 15 એડટેક કંપનીઓમાં થઈ છે. જેમાં Byju’s ઉપરાંત અનએકેડેમી, વેદાંતુ, વ્હાઈટ હેટ જુનિયર,  ટોપર, પ્રેક્ટિકલી, ફ્રંટરો, લીડો, ઈનવેટ મેટાવર્સિટી, યેલો ક્લાસ, ચિટમિંટ, લીડ, ઉદય, ક્રેજો, ફન અને એરૂડિટસ સહિતના સ્ટાર્ટઅપ્સએ પણ તેમના સ્ટાફની હકાલપટ્ટી કરી છે. 


Byju’s શું છે?


Byju’s એક ઓનલાઈન લર્નિગ એજ્યુકેશન પ્લેટફોર્મ છે. તે કેજીથી માંડીને 12માં ધોરણના વિદ્યાર્થીઓ તથા JEE, NEET, IAS, CAT, GMAT વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ઓનલાઈન શિક્ષણ આપે છે. Byju’s એપનો પ્રારંભ વર્ષ 2015 કેરળના એક એન્જિનિયર બાયજૂ રવિન્દ્રને કરી હતી. તેઓ શરૂઆતમાં વિદ્યાર્થીઓને ટ્યુશન આપતા હતા.  બાયજૂ રવિન્દ્રન કંપનીના સ્થાપક ઉપરાંત સીઈઓ પણ છે. તેમની ગણના દેશના અબજોપતિઓમાં થાય છે. કંપની હેડક્વાર્ટર બેંગલુરૂમાં છે. Byju’sનો અર્થ  ઉર્જાનો સ્ત્રોત (Source of Energy) થાય છે. વર્તમાનમાં બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન Byju’s એપના બ્રાન્ડ એમ્બેસેડર છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?