આ વીડિયો જોઈને તમને ખ્યાલ આવી જશે કે 9 લોકોને કચડવા માટે હિંમત કયાંથી આવે છે! યુ-ટ્યુબ ચેનલ પર મળ્યો તેનો વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-21 14:03:51

દરેક જગ્યાઓ પર અમદાવાદમાં સર્જાયેલા અકસ્માતને લઈ વાતો થઈ રહી છે, ચર્ચા થઈ રહી છે, તથ્ય પટેલને સજા આપવામાં આવે તેવી માગ મૃતકોના પરિવારજનો કરી રહ્યા છે. તથ્ય પટેલ તેમજ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તથ્ય પટેલની જાણકારી મેળવવા માટે જ્યારે તેનું સોશિયલ મીડિયા ચેક કરવામાં આવ્યું ત્યારે એક ગીત મળ્યું. એ ગીતના શબ્દો પર ધ્યાન આપીએ તો તેમાં તે ગાઈ રહ્યો છે ‘મેં જાલીમ હત્યારા, મેને ક્યા નહીં ફાડા’. 

પોતાના ગુન્હાનો તથ્યને પછતાવો નથી!

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 10 લોકોનો ભોગ લેનાર નબીરા તથ્ય પટેલનો અસલી ચહેરો ખુલ્લો પડ્યો છે. નિર્દોષ લોકોના હત્યારા તથ્યએ ગુનાખોરીનો એક વિડિયો સામે આવ્યો છે. તથ્ય પટેલ પોતાની યુ- ટ્યુબ ચેનલ ચલાવતો હતો. તથ્ય SICKK OFFICIALS નામે યુ-ટ્યુબ ચેનલ ચલાવતો હતો. જોકે યુ ટ્યુબ ચેનલ ચલાવવી કે મોંઘી ગાડીઓ અને વીડિયો શૂટનો શોખ રાખવો કોઈ ગુનો નથી પરંતુ તથ્ય દ્વારા જે રીતે લોકોને ફંગોળી નાખવામાં આવ્યા પછી તેના મોંઢા પર તેણે કરેલી ગંભીર ભુલનો કોઈ પસ્તાવો ન હતો.

પ્રજ્ઞેશ પટેલ તેમજ તથ્ય પટેલને કરાવી ઉઠક બેઠક  

તેને જ્યારે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે તે સામે ઉભેલા કોઈ વ્યક્તિ ને થમ્બ બતાવતો જોવા મળ્યો હતો. ત્યાર પછી તો તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથે રાખી ઘટનાના બીજા દિવસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઉપરાંત પોલીસે મીડિયાની હાજરીમાં ત્યાં બંને આરોપીઓ પાસે માફી મંગાવી હતી અને ઉઠક-બેઠક પણ કરાવી હતી. આ બધુ ખૂબ સ્વાભાવિક હતું પણ શું આ ઉઠક બેઠક કરાવાથી તે માંને પોતાનો દીકરો પાછો મળી જશે? એ કરુણ દ્રશ્યો જે ગઈ કાલે જોયા છે જ્યારે બોટાદમાં મૃતકોની અર્થીઓ ઉઠી હતી .ગઈકાલે ઘણા બધા વીડિયો આપણે જોયા જેમાં તથ્ય અને તેના પિતા પોલીસ સ્ટેશનમાં ભોજન લેતા હોય છે તો તેના પર નજર કરીએ 


આ ઘટનાને આપણે બે દિવસ પછી ભૂલી જઈશું અને પછી શું? 

જ્યારે તથ્ય પટેલને મીડિયાએ પૂછ્યું હતું કે શું તેણે કોઈ નશો કર્યો હતો? તેણે દારૂ પીધો હતો. ગાંજો માર્યો હતો? તેણે આગલી રાત્રે શું કર્યું હતું? તેણે કેફેમાં શું કર્યું હતું? આવા સવાલો મીડિયા દ્વારા તથ્ય પટેલને પૂછવામાં આવ્યા હતા. તો તેણે તમામ આરોપોને નકારી દીધા હતા. જો આ ઘટના પરથી પણ આપણે નહીં શીખીએ તો ફરી આવી ઘટના થતી રહેશે કારણ કે આપણે ફરી 2 દિવસ પછી આ ઘટના ભૂલી જઈશું. આપણે આને એક ઘટના તરીકે લેતા હોઈએ છીએ પરંતુ તે પરિવારોનું શું જેમણે પોતાના વહાલસોયાને આ અકસ્માતમાં ગુમાવ્યા છે? દરેક શુભ પ્રસંગે તે પરિવારના સભ્યો પોતાના સ્વજનને યાદ કરતા રહેશે. માણસ માત્ર યાદોમાં જ રહી જશે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?