10 સપ્ટેમ્બર સુધીમાં Gujaratના અનેક ભાગોમાં થઈ ચૂકી હશે વરસાદની રિ-એન્ટ્રી! સાંભળો વરસાદને લઈ શું કહ્યું હવામાન વિભાગે અને Ambalal kakaએ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-04 10:04:56

આપણી સાથે વરસાદ જાણે સંતાકુકડી રમી રહ્યો હોય તેવું લાગે છે. ચોમાસાની શરૂઆતમાં સમય એવો હતો કે લોકો કહેતા હતા કે ખમૈયા કરો મેઘરાજા. ચોમાસાના શરૂઆતી દિવસો એવા હતા જ્યારે આપણને મેઘમહેર જોવા મળતી હતી પરંતુ સાથે સાથે મેઘકહેર પણ જોવા મળતી હતી. થોડા મહિનાઓની અંદર જ ચોમાસાનો અનેક ટકા વરસાદ વરસી ગયો હતો. દરેક ડેમમાં પાણીની આવક થતી હતી, નદીઓમાં નવા નીર આવતા હતા પરંતુ ઓગસ્ટની શરૂઆત થતાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. મેઘમહેર થવાને બદલે સૂરજ દાદાનો તાપ લોકોને સહન કરવો પડ્યો હતો. ઓગસ્ટ મહિનો કોરો સાબિત થયો હતો. ત્યારે સપ્ટેમ્બર મહિનાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ આગાહી કરી છે.    

સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના હવામાનમાં થશે ફેરફાર 

હવામાન વિભાગ બાદ લોકો કોઈની આગાહી પર વિશ્વાસ કરતા હોય તો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પર. તેમની આગાહીને લોકો સચોટ માનતા હોય છે. ઓગસ્ટ મહિનો કોરો સાબિત થયો હતો ત્યારે સપ્ટેમ્બરની શરૂઆત પણ આવી જ થઈ. મેઘમહેર જોવા નથી મળી રહી. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ આગાહી કરી છે જે મુજબ 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં બંગાળાના ઉપસગારમાં મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની શક્યતા છે. 



ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ શકે છે વરસાદી ઝાપટા 

તે સિવાય ગુજરાતમાં 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. તો બીજી તરફ 13-20 સપ્ટેમ્બર દરમિયાન પણ ભારે વરસાદ વરસી શકે છે, વરસાદી ઝાપટાની શક્યતા છે. બંગાળની ખાડીમાં જબરદસ્ત સિસ્ટમ સક્રિય થતા 4 સપ્ટેમ્બરથી ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળશે. 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે. 10થી 14 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં મેઘમહેર થશે. 10 સપ્ટેમ્બર સુધી વાતાવરણ યથાવત રહેશે. અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.  




હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદને લઈ આગાહી 

ઘણા સમયથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. વરસાદ ન થવાને કારણે જગતના તાતની એટલે કે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતો ખુશ થઈ જાય તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 6થી 12 સ્પેટમ્બર દરમિયાન મેઘમહેર જોવા મળી શકે છે. 10થી 15 સપ્ટેમ્બર દરમિયાન અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ  લૉ સિસ્ટમ બનવાની છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. આગાહી મુજબ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 15 સપ્ટેમ્બર સુધીના  સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની રિ એન્ટ્રી થઈ શકે છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તે ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી  છે


હવામાન વિભાગે પણ વ્યક્ત કરી સારો વરસાદ થશે તેવી સંભાવના 

. તે સિવાય હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. અઠવાડિયા દરમિયાન વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરાઈ છે. આગાહી અનુસાર  દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ અને દાદરા નગર હવેલી વગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અમદાવાદ, દાહોદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલમાં પણ હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...