મુલાયમ સિંહની યાદવના નિધન બાદ ખાલી પડેલી મૈનપુરી, રામપુર અને ખતૌલી લોકસભા માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. સવારના સાત વાગ્યાથી આ મતદાનની શરૂઆત થઈ ગઈ છે. ધીરે ધીરે મતદાન કરવા મતદાતાઓ પહોંચ્યા હતા. મૈનપુરી લોકસભા સીટ પર ભાજપના રઘુરાજસિંહ અને મુલાયમ સિંહની વહુ ડિમ્પલ યાદવ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે.
3 લોકસભા માટે યોજાઈ પેટાચૂંટણી
મૈનપુરી લોકસભા માટે અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ અખિલેશ યાદવે આક્ષેપ લગાવ્યો કે પોલીસ મતદાન નથી કરવા દેતી. આ બેઠક પર 1746895 મતદાતાઓ મત આપવાના છે. જ્યારે રામપુર બેઠક માટે 388994 મતદાતાઓ છે જ્યારે ખતોલીમાં 3.16 લાખ મતદાતા છે. કોંગ્રેસે અને બસપાએ આ ચૂંટણી માટે પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં નથી ઉતાર્યા. 11 વાગ્યા સુધીના મતદાનની વાત કરીએ તો મૈનપુરી લોકસભા પર 19.5 જેટલું મતદાન થઈ ગયું હતું. જ્યારે સૌથી ઓછુ મતદાન રામપુરમાં જોવા મળ્યું હતું.