ATM કાર્ડ બદલી નાખી ગઠિયાઓએ આઠ જ મિનિટમાં આધેડના 1.21 લાખ સેરવી લીધા


  • Published By :
  • Published Date : 2023-10-12 21:32:11

મહેસાણા ગાયત્રી મંદિર પાસે ATMમાં પૈસા ઉપાડવા ગયેલ આધેડનું ATM કાર્ડ બદલી બે ગઠિયાઓએ 1.21 લાખની છેતરપિંડી આચરી હતી. છેતરાયાની જાણ થતાં જ બેંકના કર્મીઓની મદદથી ફરિયાદીએ ATMમાંથી 46 હજાર ઉપાડી લઈ ભાગવા જતા બે પૈકી એક ગઠિયાને ઝડપી પાડયો હતો. ફરિયાદીએ મોબાઈલમાં મેસેજ જોતા બન્ને ગઠિયાઓએ 8 મિનિટમાં 8 ટ્રાંજેક્ષન કરી કુલ 1.21 લાખ રૂપિયા સેરવી લીધા હતા. બનાવની જાણ થતાં પોલીસે એક શખ્સની અટકાયત કરી કુલ હે વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેસાણા શહેરમા મોઢેશ્વરી સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા ગણપત ભાઈ પંચાલને પૈસાની જરૂર પડતા ગાયત્રી મંદિર રોડ પર આવેલ ઇન્ડસઇન્ડ બેંકના એ.ટી.એમ માં પૈસા લેવા ગયા હતા.એ દરમિયાન ATMમાં અજાણ્યા હિન્દી ભાષા બોલતા બે ઈસમો ઉભા હતા એ દરમિયાન વેપારી પોતાના ATM મારફતે પૈસા કાઢતા નાણા નીકળ્યા નહોતા ત્યારબાદ ત્યાં ઉભેલા બે ગઠીયા એ ફરિયાદીને ફોનમાં મેસેજ જોવા કહેતા ફરિયાદી એ પોતાન ફોનમાં મેસેજ જોવા ફોન લીધો હતો એ દરમિયાન ગઠિયા એ પોતાની પાસે રહેલ અન્ય બેન્ક નું ATM ભરાવી ફરિયાદીની નજર ચૂકવી તેઓનું ATM લઈ લીધું હતું

બાદમાં બે અજાણ્યા ઈસમો નીકળી ગયા હતા અને ફરિયાદી ATMમાં પોતાનો પિન નાખી ફરી નાણા કાઢવા પ્રયાસ કરતા રૂપિયા નિકડયા નહોતા બાદમાં ATM માંથી કાર્ડ કાઢી જોતા કાર્ડ અન્ય બેંકનું હોવાનું જાણવા મળતા પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું જાણવા મળતા તાત્કાલિક બેંકમાં જઇ સમગ્ર મામલે જાણ કરી હતી.એ દરમિયાન બે ગઠીયાઓએ ફરિયાદીના ATM મારફતે પિન નાખી કુલ 1.21 લાખ ઉપડી ગયા હોવાના અલગ અલગ મેસેજ આવ્યા હતા.

સમગ્ર કેસમાં અજાણ્યા બે ગઠિયા ઘટનાને અંજામ આપવા માટે પોતાની પાસે એક સ્વાઇપ મસીન રાખ્યું હતું.જેમાં ફરિયાદીના 75 હજાર રૂપિયા સ્વાઇપ કરી પોતાના સાગરીતોના ખાતા મા મોકલી દીધા હતા.આમ ફરિયાદીના કુલ 1.21 લાખ રૂપિયા ખાતા માંથી ઉપડી ગયા હતા.જ્યાં 46 હજાર સ્થળ પર મળી આવ્યા હતા.અને 75 હજાર મળી ન આવતા મહેસાણા બી ડિવિઝનમાં આરોપીને પોલીસને સોંપી ફરિયાદ નોંધાવી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?