વિદેશી રોકાણકારો (FPIs)એ આ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાંથી આશરે રૂ. 6,000 કરોડ પાછા ખેંચી લીધા છે. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવાને કારણે આ ઉપાડને પ્રોત્સાહન મળ્યું છે. આ સાથે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 2022 ના કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 1.75 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.
નિષ્ણાતો શું કહે છે?
નિષ્ણાતોએ જણાવ્યું કે આવનારા સમયમાં FPIsની પ્રવૃત્તિઓ ઉતાર-ચઢાવથી ભરેલી જોવા મળે છે. તેમણે જણાવ્યું કે સતત ભૌગોલિક રાજકીય જોખમો, ફુગાવાના ઊંચા સ્તરો અને બોન્ડ યીલ્ડમાં વધારાના કારણે FPI એક્ઝિટ ચાલુ રાખશે. "FPIs નજીકના ગાળામાં વધુ વેચાણ કરે તેવી શક્યતા નથી પરંતુ ડૉલર નબળો પડ્યા પછી જ ખરીદદારની સ્થિતિ પર પાછા ફરશે. તેથી FPIનું વલણ અમેરિકામાં વધી રહેલી મોંઘવારી અને ફેડરલ રિઝર્વના નાણાકીય દૃષ્ટિકોણ પર નિર્ભર રહેશે.