અરવલ્લીના શામળાજી નજીક સ્લિપર કોચ બસ પલટી, 16થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત, ઘાયલોને શામળાજી અને હિંમતનગર હૉસ્પીટલમાં ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-09-25 19:22:56

રાજ્યમાં આજે સતત બીજા દિવસે પણ ગમખ્વાર અકસ્માત થતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા. અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક ખાનગી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. શામળાજી નજીક સિક્સ લાઈન હાઈવે પર ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર 16 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. પાંચ ઘાયલોને સારવાર અર્થે શામળાજી અને હિંમતનગર હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ગઈ કાલે અંબાજી રૉડ પર હદાડ પાસે એક ખાનગી બસ ખાઇમાં પડી ગયાની ઘટના હતી, હવે આજે ફરી એકવાર શામળાજીમાં બસ પલટી ખાઇ જવાની ઘટના ઘટી છે.



સ્લિપર કોચ બસ પલટી


અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આજે એક ખાનગી સ્લીપર કૉચ બસ જે અમદાવાદથી કાનપુર જઇ હતી તે રસ્તામાં અણસોલ પાટિયા નજીક પલટી ખાઇ ગઇ હતી. આ દૂર્ઘટમાં બસમાં સવાર 16 મુસાફરો ઘાયલ થયા હતા, જેઓને હાલમાં સારવાર અર્થે શામળાજી હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, માહિતી છે કે, પાંચની હાલત અતિ ગંભીર હોવાથી તેમને હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-ઉદેપુર હાઇવે પર આ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. બસ પલટી ખાઇ ગઇ હોવાથી બે ક્રેનની મદદથી બસને રૉડ પરથી પોલીસ દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.




અંબાજી હડાદ રોડ પર ખાનગી બસને અકસ્માત, આશરે 24 ઘાયલ 9 ની હાલત ગંભીર • BG  News

ગઈ કાલે અંબાજીમાં બની દુર્ઘટના, 20થી વધુ લોકો થયા હતા ઘાયલ


હજુ હમણા ગઈ કાલે જ અંબાજી હડાદ માર્ગ પર લક્ઝરી બસ પલટી ખાઈ જવાનો મામલો સામે આવ્યો હતો. ખેડાથી લક્ઝરી બસ શ્રદ્ધાળુઓને લઈને અંબાજી તરફ જઈ રહી હતી લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. લક્ઝરી બસ પથ્થરને અડતા તેનું છાપરું અલગ થઈ ગયું હતું. લક્ઝરી બસમાં રહેલા પેસેન્જરમાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે અંબાજી કોટેજ હોસ્પિટલ અને વધુ સારવાર સાથે પાલનપુર સિવિલમાં રિફર કરાયા છે. અકસ્માતની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બનાસકાંઠા પોલીસ દ્વારા પોલીસની ગાડીમાં તમામ મુસાફરોને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?