સંયુક્ત આરબ અમીરાતના દુબઈ શહેરમાં આગનો એક ઘટના સામે આવી છે. આ દુર્ઘટના સોમવારે વહેલી સવારે થઈ હતી. દુબઈમાં 35 માળની ઈમારતમાં આગ લાગી હતી. આ દુર્ઘટના એટલા માટે ખૂબ મોટી હતી કારણ કે આગ વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પાસે લાગી હતી. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. જો કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
WATCH: Massive fire broke out at an Emaar building in Dubai near Burj Khalifa pic.twitter.com/zOmI6XweGe
— Insider Paper (@TheInsiderPaper) November 7, 2022
પોલીસે ઘટનાનો કર્યો ઈન્કાર
WATCH: Massive fire broke out at an Emaar building in Dubai near Burj Khalifa pic.twitter.com/zOmI6XweGe
— Insider Paper (@TheInsiderPaper) November 7, 2022ઈમારતમાં લાગેલી આગનો વીડિયો જોઈને લાગે છે કે કોઈ મોટી મીણબત્તી સળગી રહી છે. આ ભયાનક આગ ઈમારતના દરેક ફ્લોરની બાલ્કનીમાંથી ફેલાઈ હતી. આગ બુઝાઈ ગયા બાદ ઈમારત પર કાળા નિશાન દેખાય છે. આ ઇમારત UAE સરકાર સમર્થિત એમાર ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલ 8 બુલવાર્ડ વોક નામના ટાવર્સની શ્રેણીનો એક ભાગ છે. દુબઈ પોલીસ અને સિવિલ ડિફેન્સે તાત્કાલિક આગનો ઘટના બની હોવાનો સ્વીકાર કર્યો ન હતો. એમાર ડેવલપર્સે પણ આ બાબતે કોઈ ટિપ્પણી કરી ન હતી અને ન તો દુબઈની મીડિયા ઓફિસે આ અંગે કોઈ ટિપ્પણી કરી હતી.