સંતરામપુરમાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરની દાદાગીરી! જબરદસ્તી બોગસ મતદાન કરાવ્યું? જુઓ વાયરલ થયેલો વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-08 17:27:32

ગઈકાલે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું.. ઓવરઓલ જોવા જઈએ તો શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાયું હતું. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બૂથ કેપચિંગ કરવામાં આવી રહ્યું છે.. આ વીડિયો મહીસાગરના સંતરામપુરનો છે.. જે વીડિયો સામે આવ્યો છે તેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ દેખાઈ રહ્યો છે જેમાં મતદારો વતી તે જાતે વોટ નાખી રહ્યો છે... વીડિયોમાં તે કહી રહ્યો છે કે ભાજપ ચાલે અને સંતરામપુરમાં તો વિજય ભાભોર જ ચાલે.. મહત્વનું છે કે દાહોદ લોકસભા બેઠક અંતર્ગત આવે છે... 

એક માણસ પોલિંગ બૂથ સુધી પહોંચી જાય ત્યાં સુધી.. 

આપણે ત્યાં લોકશાહી છે.. આપણે આપણો મત કોને આપવો છે તે જાણવાનો આપણને હક છે. પરંતુ સંતરામપૂરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ પોલીંગ બૂથમાં ઘૂસી જાય છે અને મતદારોનો મત જાતે નાખી રહ્યો છે.. જ્યારે આટલું ખોટું કોઈ કરતું હોય ત્યારે તેના મનમાં ડર હોય પરંતુ આ માણસ તો જાણે નફ્ફટ બનીને ઈન્સ્ટાગ્રામથી લાઈવ કરે છે.. લાઈવમાં તે કહી રહ્યો છે કે ભાજપ ચાલે અને સંતરામપુર વિસ્તારમાં તો વિજય ભાભોર જ ચાલે....આ વીડિયો પ્રથમપુર બુથ નંબર 220નો છે... મતદાન મથકના સ્ટાફને પણ ધમકાવી રહ્યો છે.... વીડિયોમાં દેખાઈ રહ્યો છે તે રીતે વિજય ભાભોર બુથના સ્ટાફને ધમકાવી મત નાખવા આવતા લોકોને સહી કરાવી મોટા ભાગના મત જાતે નાખી રહ્યો છે.... સંતરામપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશ ભાભોરના પુત્ર છે વિજય ભાભોર.. આ વીડિયો સામે આવ્યા બાદ જમાવટની ટીમે દાહોદના કલેક્ટર સાથે વાત કરી હતી અને આ મામલે શું કાર્યવાહી થશે, આગળ શું પગલા લેવાશે તે અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.   



ત્યાં હાજર અધિકારીએ ફરિયાદ પણ ના કરી?

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તે પીધેલી હાલતમાં છે.... સવાલ એ થાય કે પીધેલી હાલતમાં કોઈ પણ વ્યક્તિ પોલીંગ બૂથ સુધી કેવી રીતે પહોંચી શકે? ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીએ શા માટે કોઈ પગલા ના લીધા? શા માટે આવી ઘટના બની છે તેની ફરિયાદ પણ ના કરી? ચૂંટણી પંચને પડકાર આપે તેવો આ કિસ્સો છે.. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે ચૂંટણી પંચને ગાળો આપી રહ્યો છે.. વીડિયોમાં તે કહી રહ્યો છે કે મશિન આપણા બાપનું છે... સવાલ એ થાય કે આટલું બધુ થયું, આવી ઘટના બની છે તેની ખબર કોઈને ન થઈ? સવાલ એ થાય કે કોઈ આવી રીતે પોલીંગ બૂથ સુધી પહોંચી જાય છે, જબરદસ્તી વોટિંગ કરે છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ કરે તો પણ કોઈને ખબર ના પડી? આવો વીડિયો સામે આવતા સવાલ થાય કે આવી રીતે વોટિંગ કેટલી જગ્યાઓ પર થયું હશે? આ વીડિયો વાયરલ થયા બાદ વિજય ભાભોરની અટકાયત કરવામાં આવી ગઈ છે.. 



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...