વિદ્યાધામમાં ગુંડાગર્દી , પ્રિન્સિપાલને છુટ્ટી ખુરશી ફેંકી…..


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 09:10:44

વિધાયાર્થીઓની દાદાગીરી સી. સી. ટી. વી માં કેદ થઈ   

અમદાવાદમાં L.D આર્ટસ કોલેજમાં ભણત વિદ્યાર્થીઓની દાદાગીરીની ઘટના સામે આવી છે . કોલેજમાં તોફાન કરતાં હોવાથી વિધાયાર્થીઓને પ્રિન્સિપાલે કેબિનમાં બોલાવ્યા હતા. દરમિયાન ઉશ્કેરાઈને એક વિદ્યાર્થીએ કેબિનમાં રહેલો પોટ ફેંક્યો હતો અને પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન કર્યો અને કેબિન બહાર જઈને તેમના પર છૂટી ખુરશી ફેંકીને કાચ તોડી નાખ્યો હતો. સમગ્ર મામલે પ્રિન્સિપાલ દ્વારા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિધાયાર્થી NSUI  સાથે જોડાયેલો છે.  રબારી અર્જુન, રબારી ઝીલ અને દેસાઈ આકાશ નામના વિદ્યાર્થીઓ નામે કોલેજમાં કેટલીય ફરિયાદો પણ થઈ હતી.

 

પ્રિન્સિપાલને છુટ્ટી ખુરશી ફેંકી..

આજે L.D આર્ટસના પ્રિન્સિપાલ મહિપતસિંહ ચાવડાએ ત્રણેય વિદ્યાર્થીઓને મળવા બોલાવ્યા હતા. ત્યારે દાદાગીરી કરતા ત્રણેય વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલની કેબિનમાં આવ્યા હતા. અર્જુન રબારી નામના ત્રીજા વર્ષમાં આર્ટ્સમાં ભણતા વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને શાંતિથી વાત કરવા કહ્યું હતું. ત્યાર બાદ ઉશેકરાઈને એક વિદ્યાર્થિની ઊભી હતી તેના માથા પરથી પોટ છૂટો ફેંક્યો હતો. જે બાદ પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ત્યાર બાદ દોડીને કેબિન બહાર જતો રહ્યો હતો. કેબિન બહારથી પ્રિન્સિપાલને મારવા છૂટી ખુરશી ફેંકી હતી. પરંતુ પ્રિન્સિપાલ ત્યાંથી હટી જતા કાચ તોડીને ખુરશી કેબિનમાં પડી હતી.ત્યાર બાદ ત્રણેય વિદ્યાર્થીઓ નાસી ગયા હતા.

 

વિધાયાર્થીઓની હરકતો

વિદ્યાર્થિઓ સામે અન્ય વિદ્યાર્થીઓને હેરાન કરવા સહિતની ફરિયાદો હતી જેથી તેમને જુલાઈ મહિનામાં મળવા બોલાવ્યા હતા. ત્યારે માફી પત્ર આપીને ફરીથી ભૂલ નહીં થાય તેવું જણાવ્યું હતું. તેમ છતાં વિદ્યાર્થીઓ ચાલુ કલાસે છરી ફેરવીને ડરાવતા હતા. મહિલા અધ્યાપકોને ચાલુ કલાસે વર્ગખંડના દરવાજા બંધ કરી દેતા હતા. બિલ્ડીંગમાં ગમે ત્યાં ગાળો લખી દેતા હતા. 2 દિવસ અગાઉ સુભા નિગમ નામના મહિલા અધ્યાપક ભણાવતા હતા ત્યારે 30 વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકને વર્ગમાં બંધ કરી દીધા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?