આણંદમાં 2.87 કરોડની કિંમતના દારુ-બિયરની 1,35,688 બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું, દારૂની નદી વહેતી થઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું


  • Published By :
  • Published Date : 2023-06-09 17:44:18

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. સરકારી ચોપડો જ રહેલા દારૂબંધીના કાયદાના અનેક વખત લીરેલીરા ઉડી ચૂક્યા છે. બોટાદમાં લડ્ડાકાંડની ઘટના બન્યા બાદ રાજ્યમાં દારૂબંધીની પોલ ખુલી ગઈ છે. રાજ્યના વિવિધ ભાગોમાંથી અવારનવાર દારૂનો જથ્થો પકડાતો રહે છે. જેમ કે આણંદ જિલ્લામાં પકડાયેલા 2.87 કરોડની કિંમતના દારૂના જથ્થા પર બુલડોઝર ફરવી દેવામાં આવ્યું હતું. આણંદ જિલ્લાના બેડવા એક્સપ્રેસ હાઈવે નજીક બેડવા ઓવરબ્રીજ પાસે છેલ્લા એક વર્ષ દરમ્યાન ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામા આવી ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં સામાન્ય લોકો હાજર રહ્યા હતા. 


દારૂનો મોટો જથ્થો નષ્ટ કરાયો


આણંદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના હુકમથી તેમના અધ્યક્ષ સ્થાને તથા આણંદ નાયબ પોલીસ અધિકક્ષકના સુપરવિઝન હેઠળ દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી  કરવામા આવી હતી. જેમાં કુલ 186 ગુનામાં કબ્જે કરાયેલ  રૂ. 2.87 કરોડની કિંમતના દેશી અને વિદેશી દારૂની તથા બીયરની 1 લાખ 35 હજાર 688 બોટલો નાશ કરવામાં આવ્યો હતો. બુલડોઝર દ્વારા જ્યારે દારૂનો જથ્થો નાશ કરવામાં આવતો હતો ત્યારે જાણે દારૂની નદીઓ વહેતી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.