અમદાવાદના મીઠાખળીમાં 3 માળનું જર્જરીત બિલ્ડિંગ ધરાશાયી, એકનું મોત, બાળકી સહિત 3નું રેસ્કયૂ


  • Published By :
  • Published Date : 2023-07-10 11:03:48

અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં એક ત્રણ માળનું બિલ્ડિંગ જમીનદોસ્ત થતાં હાહાકાર મચી ગયો છે. આ ભયાનક દુર્ઘટનામાં એકનું મોત અને એક બાળકી સહિત ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 4 વ્યક્તિ કાટમાળ નીચે દબાયાની આશંકા છે. ફાયરબ્રિગેડ દ્વારા કિશન ભાઈ, શિલ્પા બેન, ગોપી ભાઈ તેમજ તનીશ્કાને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળમાંથી બાળકીને બહાર કાઢી સારવાર માટે ખસેડાઈ હતી. ઘટનામાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું. કાટમાળમાંથી રેસ્ક્યુ કરાયેલા લોકોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...