જુનાગઢમાં ઘોડાપૂર બાદ હવે નવી આફત સામે આવી છે. શહેરના કડિયાવાડ વિસ્તારમાં બે માળની બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બપોરના સમયે 1 વાગ્યા આસપાસ ઈમારત ધરાશાયી થવાની ઘટના બની હતી. જૂનાગઢના કડિયાવાડ નજીક દાતાર રોડ પરની ઇમારત ધરાશાયી થઇ હતી. હજુ પણ કેટલાક લોકો ઇમારત નીચે દટાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને NDRFની ટીમ દ્વારા હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
ડેપ્યુટી મેયરનો ગંભીર આરોપ
જુનાગઢમાં આ ઈમારત ધરાશાયી થવાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશનમાં શરૂ કરવામાં આવ્યું હતું. મેયર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા હતા. જેસીબીની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. 5થી વધારે 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે રાખવામાં આવી છે. જૂનાગઢના ડેપ્યુટી મેયરે ગીરીશ કોટેચાએ મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે જર્જરિત મકાનો હટાવવામાં બેદરકારી રાખવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે છે કે દટાયેલા લોકો ફોન કરીને મદદ માંગી રહ્યા છે.
તંત્ર દ્વારા નોટિસ ફટકારી હતી નોટિસ
જુનાગઢ તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, મકાન ખુબ જૂનું હતું, તંત્ર દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી, ભારે વરસાદ બાદ વધારે નબળુ થતા મકાન ધરાશાયી થયું છે. આજુબાજુમાં બીજા મકાન પણ નાજુક હાલતમાં છે, તેમાં રહેતા રહેવાસીઓને પણ ઘરની બહાર કાઢી દેવામાં આવ્યા છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.