દેશમાં 2024થી લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારી વચ્ચે આવતીકાલથી શરૂ થનાર સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આવતી કાલે સંસદનું બજેટ સત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થશે. આ પછી સરકાર 2022-23ના વાર્ષિક આર્થિક સર્વેનો રિપોર્ટ સંસદમાં રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે.
રાષ્ટ્રપતિ મુર્મુ બન્ને ગૃહોને કરશે સંબોધન
કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બન્ને સદનોને સંયુક્ત રીતે સંબોધન કરશે. કાલથી તા.6 એપ્રિલ સુધીના આ સત્રમાં 66 દિવસમાં 27 બેઠકો થશે. સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બજેટ સત્રનો બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થશે, જે 6 એપ્રિલ સુધી ચાલશે.
અંતિમ પૂર્ણ બજેટ છે
લોકસભા ચૂંટણી 2024માં યોજાવાની છે, તેથી આ બજેટનું મોદી સરકાર માટે ખુબ જ મહત્વ છે. ચૂંટણી પૂર્વેનું આ અંતિમ પુર્ણ બજેટ હશે અને તેથી મોદી સરકાર હવે ‘રેવડી-કલ્ચર’ અપનાવે છે કે પછી અત્યંત ટાઈટ નાણાકીય સ્થિતિ જોતા રાજકોષીય ખાધ વગેરેની ચિંતા કરશે? તેના પર સામાન્ચ લોકોથી માડીને આર્થિક નિષ્ણાતોની નજર રહેશે.
All-party meeting in Parliament begins, Congress leaders absent
Read @ANI Story | https://t.co/XTSmhQkxXJ#AllPartyMeeting #Budget2023 #Congress #ParliamentofIndia pic.twitter.com/MC9EcLXrEv
— ANI Digital (@ani_digital) January 30, 2023
આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ
All-party meeting in Parliament begins, Congress leaders absent
Read @ANI Story | https://t.co/XTSmhQkxXJ#AllPartyMeeting #Budget2023 #Congress #ParliamentofIndia pic.twitter.com/MC9EcLXrEv
સંસદના બજેટ સત્ર પહેલા સોમવારે (30 જાન્યુઆરી) દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 27 પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે આજે સર્વપક્ષીય બેઠકમાં 27 પક્ષોના 37 નેતાઓએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે આજની બેઠક સારી રહી, હું સંસદને સારી રીતે ચલાવવા માટે વિપક્ષનો સહયોગ ઈચ્છું છું. વિપક્ષો હવે કઈ રીતે ફલોર સ્ટ્રેટેજી ઘડે છે તેના પર સૌની નજર છે.