આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો થશે શુભારંભ, આવતી કાલે બજેટ થશે રજૂ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-23 10:09:12

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત આજથી થવાની છે. નાણામંત્રી કનુ દેસાઈ બજેટ આવતી કાલે રજૂ કરવાના છે. આ બજેટ ગુજરાત સરકાર 2.0નું પ્રથમ બજેટ હશે. બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી ચાલવાનું છે. 24 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ થવા જવાનું છે. 25 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં 27 બેઠકો મળશે. 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સંબોધન કરશે તે બાદ સત્રની શરૂઆત થશે. પ્રથમ વખત એવું બનશે કે વિપક્ષના નેતા વગર સત્ર ચાલશે. 


રાજ્યપાલના સંબોધન બાદ સત્રનો થશે પ્રારંભ

સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધન બાદ થશે. રાજ્યપાલના સંબોધન સાથે સત્રનો પ્રારંભ થશે. તે બાદ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી, રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી રમણભાઈ ચૌધરી, પૂર્વ સભ્ય નારણભાઈ પટેલ,મહિપતસિંહ જાડેજાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. આ સભામાં પચાસ ટકા એવા ધારાસભ્યો હશે જે પ્રથમવાર જ ગૃહમાં હાજરી આપશે. 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મોહર મારવામાં આવી હતી. 


કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ ન મળવાની સંભાવના   

બજેટ સત્ર પહેલા કોંગ્રેસે વિધાનસભામાં હોદ્દેદારોની વરણ કરી છે. વિજાપુરના ધારાસભ્ય સી,જે ચાવડાને દંડક, ઉપદંડક તરીકે કિરીટ પટેલ, વિમલ ચૂડાસમા, ઈમરાન ખેજાવાલાની વરણી કરવામાં આવી છે. પ્રવક્તા તરીકે તુષાર ચૌધરી, જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, અનંત પટેલ, કાંતિભાઈ ખરાડીની વરણી કરવામાં આવી છે. નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી ત્યારે કોંગ્રેસને વિપક્ષનું પદ ન મળે તેવી સંભાવના જોવાઈ રહી છે. આ મામલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા નિર્ણય લેવાઈ શકે છે.  




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...