ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 ફેબ્રુઆરીથી શરૂ થશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ સત્ર એક મહિનો વહેલા યોજાશે. 30 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. નાણા મંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભામાં બજેટ રજૂ કરશે.વિધાનસભામાં 2 ફેબ્યુઆરી 2024ની આસપાસ બજેટ સત્ર શરૂ થશે. સાથે એવું પણ જાણવા મળ્યું છે કે બજેટમાં ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં.
લોકસભાની ચૂંટણી બની મોટું કારણ
દેશમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા 2024ની ચૂંટણી યોજાશે તેવું માનવામાં આવી રહ્યું છે. આજ કારણે ગુજરાત સરકાર વિધાનસભાનું બજેટ સત્ર વહેલા શરૂ કરશે. લોકસભાની ચૂંટણીના કારણે ગુજરાત ભાજપના તમામ નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની જશે. આ નેતાઓમાં સરકારના મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ પણ રાજ્યની તમામ લોકસભાની સીટો પર પાર્ટીની વિજય પતાકા લહેરાવવા માટે કામે લાગી જશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રવાસ કરીને પાર્ટી પદાધિકારીઓ સાથે મિટિંગો કરી રહ્યા છે. પાટીલ ભાજપના નેતાઓ અને કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણીમાં કામે લાગી જવા માટે આહવાન કરી રહ્યા છે.