1 લી એપ્રિલથી તમારા ખિસ્સા પર કેટલો પડશે ભાર?


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-04-01 18:27:12

 1 લી એપ્રિલથી તમારા ખિસ્સા પર કેટલો ભાર પડશે?

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.      

કઈ વસ્તુઓ સસ્તી થશે તો ..  

·         કોમર્શિયલ LPG સસ્તો થશે. કોમર્શિયલ LPGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ફક્ત કોમર્શિયલ LPGમાં 40 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. દરેક રાજ્યમાં અલગ અલગ ભાવ ચાલે છે એટલે લગભગ દરેક રાજયમાં 40 રૂપિયાની આસપાસ ઘટાડો કરવામાં આવ્યો છે. મહિલાઓ માટે માઠા સમાચાર છે કારણ કે ઘરેલુ LPG માં કોઈ રાહત નથી આપી.

·          ATF એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ સસ્તુ થશે.ફરવાના શોખીન લોકો માટે આ સારા સમાચાર છે. હવાઈ ભાડામાં ઘટાડો થશે.અગાઉ ATF 1 હજાર લિટરના 95 હજાર હતા તે ઘટાડી ને હવે ફક્ત 89000 લિટર થશે.

·          વરિષ્ટ નાગરિકોને કરમુક્તિ આપવામાં આવી છે જેમાં આવક મર્યાદા 50 હજાર થી વધારીને 1 લાખ કરવામાં આવી છે

·          કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન યોજનાનો (UPS) લાભ મેળવી શકશે. આ યોજના અંતર્ગત 10 હજાર રૂપિયા પેન્શનની ગેરેન્ટી આપવામાં આવે છે. જૂની પેન્શન યોજના OPS અને નવી પેન્શન યોજના NPS વચ્ચે સંતુલન બનાવવાનો છે. તમામ સરકારી અધિકારીઓ માટે નવી પેન્શન યોજના લાગું થશે. કર્મચારીએ UPS કે NPS વચ્ચે પસંદગી કરવાની રહશે. NPS યોજના હેઠળ કર્મચારીના પગારના 10 ટકા જયારે સરકારનો 18.5 ટકા ફાળો રહશે.   

આજથી નવો ટેક્સ લેબ પણ લાગું થશે.12 લાખની આવક પર કોઈ ટેક્સ લાગશે નહિ.

કેટલાક નવા નિયમો જે તમારે જાણવા જોઈએ?

·         નિષ્ક્રિય UPI અકાઉન્ટ ધારકોના નામ દૂર કરવામાં આવશે.આરબીઆઇએ બેન્કોને મિનિમમ બેલેન્સ નહિ રાખવા બદલ પેનલ્ટી લાગું કરવા માટે સંમતિ આપી છે. જેથી હવે જો તે તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ નહિ રાખો તો પેનલ્ટી તમારા ખાતા માંથી કપાઈ જશે.   

·         મહિલાઓ માટે ચાલતા મહિલા સન્માન બચત પત્ર બંધ કરવાંઆ આવશે. આ બચત પત્રમાં રોકાણ બદલ 7.50 ટકા વ્યાજ આપવામાં આવતું હતું. આ બચત પત્રની 2 વર્ષની મર્યાદા રાખી છે    

·         તમામ પ્રકારના ફોર વ્હીલર 4 ટકા સુધી મોંઘા થશે. દરેક કંપની પોતાના વાહનોની કિમતમાં 2 થી 4 ટકાનો વધારો કરશે.વધુ માહિતી બીજા ભાગમાં .. 

 



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.