6થી વખત નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. 11 વાગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ વાંચવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં નાણમંત્રીએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વના દેશ આર્થીક વિકાસ કરી રહ્યો છે. ભારતને 2047 સુધીમાં વિકસીત કરવાનું કામ કરી રહ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે 'અમારી સરકારે નાગરિક પ્રથમ અને લઘુત્તમ સરકાર મહત્તમ શાસન અભિગમ સાથે જવાબદાર, લોકો કેન્દ્રિત અને વિશ્વાસ આધારિત શાસન પ્રદાન કર્યું છે.' એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવામાં આવી.
બજેટ સત્રમાં નાણામંત્રીએ શું કરી વાત?
કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે 'દેશને એક નવો હેતુ અને નવી આશા મળી. જનતાએ ફરી સરકારને જંગી જનાદેશ સાથે ચૂંટ્યો. અમે બેવડા પડકારો સ્વીકાર્યા અને સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના મંત્ર સાથે કામ કર્યું. અમે સામાજિક અને ભૌગોલિક સમાવેશ સાથે કામ કર્યું. નાણામંત્રીએ કહ્યું, 'છેલ્લા 10 વર્ષમાં અમે બધા માટે આવાસ, દરેક ઘર માટે પાણી, બધા માટે બેંક ખાતા જેવા કામો રેકોર્ડ સમયમાં પૂર્ણ કર્યા છે. 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવ્યું. ખેડૂતોની ઉપજના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. સંસાધનોનું વિતરણ પારદર્શિતા સાથે કરવામાં આવ્યું છે. અમે અસમાનતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે જેથી સામાજિક પરિવર્તન લાવી શકાય. 4 કરોડ ખેડૂતોને પીએમ ફસલ યોજનાનો લાભ મળ્યો.
2014માં ઘણા પડકારો હતા!
બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે દેશની જનતા ભવિષ્ય તરફ જોઈ રહી છે. તેઓ આશાવાદી છે. અમે પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યા છીએ. જ્યારે પીએમ મોદીએ 2014માં કામ શરૂ કર્યું ત્યારે ઘણા પડકારો હતા. લોકહિતમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને મહત્તમ રોજગારીની તકો આપવામાં આવી છે. દેશમાં એક નવો હેતુ અને આશા જાગી છે. જનતાએ અમને બીજી વખત સરકાર માટે ચૂંટ્યા. અમે સર્વગ્રાહી વિકાસની વાત કરી. દરેકનો સાથ, દરેકનો વિશ્વાસ અને દરેકના પ્રયાસના મંત્ર સાથે આગળ વધો.