હવે કોઈ પણ બિઝનેશ શરૂ કરવા માટે PAN કાર્ડ અનિવાર્ય, પહેલા શું ઝંઝટ હતી? જાણો


  • Published By :
  • Published Date : 2023-02-01 18:18:54

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ અંતે ઈન્કમટેક્સની મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આવકવેરાનો સ્લેબ પણ 6 થી ઘટાડીને 5 કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું- મધ્યમ વર્ગ માટે આવકવેરા મુક્તિ સૌથી મહત્ત્વની બાબત છે. નાણામંત્રીએ બીજી મહત્વની જાહેરાચ પાન કાર્ડ અંગે કરી છે.


હવે PAN કાર્ડ અનિવાર્ય


નાણામંત્રીએ કોઈ પણ બિઝનેશ શરૂ કરવા માટે પાન કાર્ડને અનિવાર્ય બનાવી દીધું છે. હવે કંપની ખોલવા માટે સમગ્ર દેશમાં પાન કાર્ડ સિવાય અન્ય કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. નાણામંત્રીએ બજેટમાં કહ્યું છે કે પાન કાર્ડ દેશભરમાં સિંગલ વિન્ડો સિસ્ટમની જેમ કામ કરશે.  


પહેલા આ ડોક્યુમેન્ટની જરૂર પડતી


પાન કાર્ડસ જરૂરી બન્યું તે પહેલા પાન કાર્ડ ઉપરાંત,કંપનીના ડિરેક્ટરોએ સરનામાનો પુરાવો આપવાનો હતો. આ એડ્રેસ પ્રૂફમાં કંપનીના ડિરેક્ટરોના નામ પાન કાર્ડમાં છપાયેલા નામો સાથે મેળ ખાતા હોવા જોઈએ. ઉપરાંત, આ દસ્તાવેજો ઓછામાં ઓછા બે મહિના જૂના હોવા જોઈએ. પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, વીજળી બિલ, ટેલિફોન બિલ અને આધાર કાર્ડનો એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકાશે. સરનામાના પુરાવા ઉપરાંત રહેણાંકના પુરાવાની પણ જરૂર હતી. આ રેસિડેન્શિયલ પ્રૂફમાં ડિરેક્ટરોના નામ પણ પાન કાર્ડમાં છપાયેલા નામો સાથે મેળ ખાતા હોવા જોઈએ. રહેણાંકના પુરાવા તરીકે બેંક સ્ટેટમેન્ટ, વીજળી બિલ, ટેલિફોન બિલ વગેરે સબમિટ કરી શકાય છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..