બોનસ તેમજ પગાર વધારાને લઈ અનેક કર્મારીઓ મેદાનમાં ઉતારી જતા હોય છે. ત્યારે મળતી માહિતી મુજબ BRTSના કર્મચારીઓ બોનસ તેમજ પગાર વધારાને લઈ હડતાળ પર ઉતરી ગયા છે. BRTSના કર્મચારીઓ હડતાળ પર હોવાને કારણે 100 જેટલી બસોના પૈડાઓ થંભી જશે. 100 જેટલી બસો બંધ રહેતા મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી શકે છે.
BRTSના કર્મચારીઓ હડતાળના માર્ગ પર
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે કર્મચારીઓને બોનસ આપવામાં આવે છે. પરંતુ મળતી માહિતી મુજબ BRTSના કર્મચારીઓને બોનસ આપવામાં નથી આવ્યું જેને કારણે તેમણે વિરોધ નોંધાવ્યો છે. તેઓ હડતાળ પર બેસી ગયા છે. સાથે સાથે તેઓ પગાર વધારાની માગ પણ કરી રહ્યા છે. દિવાળીના સમયમાં બસ બંધ રહેતા બસમાં મુસાફરી કરતા લોકો હેરાન થઈ રહ્યા છે.