વિવિધતાથી ભરેલા ભારત દેશમાં અનેક પરંપરાઓ છે. કેરણમાં પણ એક પરંપરા છે જેના પર કેરળની કોટ્ટાયમ કોર્ટે રોક લગાવી દીધી છે. કેરળના ખ્રિસ્તી સમાજની પરંપરા મુજબ સગા ભાઈ-બહેનોના લગ્ન કરવામાં આવે છે. આ પરંપરા પાછળ તેમનું માનવું છે કે કુળની શુદ્ધતા જાળવી રાખવા માટે લગ્ન કરવામાં આવે છે.
પરંપરાના મૂળીયા ઈતિહાસમાં દબાયેલા
કેરળનો કનન્યા કેથોલિક સમુદાય પોતાને 72 યહુદી-ખ્રિસ્તી પરીવારના વંશજ માને છે. આ લોકો ઈસુના જન્મના 345 વર્ષ પછી મેસોપોટામિયાથી ભારતના કેરળ વિસ્તારના કનન્યામાં રહેવા આવ્યા હતા. પોતાના પરિવારની શુદ્ધતા જાળવી રાખવા માટે તેઓ સગા ભાઈ-બહેનોના લગ્ન કરાવે છે. જો ભૂલથી પણ કોઈ સમાજથી અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેને સમાજ બહાર કાઢી મૂકવામાં આવે છે.
સમાજ બહાર લગ્ન કરો તો થાય છે કંઈક આવું
કનન્યા કેથોલિકમાં અન્ય સમાજના વ્યક્તિ સાથે લગ્ન કરવા પર તમામ પ્રસંગોમાં જવાની મનાહી કરી દેવામાં આવે છે. પુરુષ જો બહારની વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો તેની પત્ની મરી ગયા બાદ ફરી સમાજમાં તેને સ્થાન આપી શકાય છે. જો મૃતક પત્નીના બાળકો હોય તો તેમને સમાજમાં સ્થાન નથી આપવામાં આવતો. સમાજથી બહાર કાઢેલા વિધુર પતિને સમાજમાં પાછું આવવું હોય તો સમાજની છોકરી સાથે લગ્ન કરવાના રહે છે.
આવા નિયમોના કારણે કેરળની કોટ્ટાયમ કોર્ટે ધાર્મિક મામલો ના ગણાવી પરસ્પર ભાઈ-બહેનના લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો છે.