કિરણ પટેલનો ભાઈ થાઈલેન્ડમાં છે અને મનિષ પટેલ જ બધા રૂપિયાનો વહિવટ કરે છે?
કિરણના ભાઈએ તો હદ કરી નાખી, પોતાને સરદાર પટેલના સગાં બતાવ્યા!
થાઈલેન્ડમાં રહેતા એક ભાઈ નામે સરળ પટેલ(નામ બદલ્યું છે) એ જમાવટને ફોન કરીને કહે છે કે મારી પાસે ઘણી બધી માહિતી છે પણ પોલીસ સાંભળવા તૈયાર નથી અને આ દેશહિતનો પ્રશ્ન હોવાથી આ દુનિયાને ખબર પડવી જરૂરી છે. વાત કિરણ પટેલની હતી. સરળ પટેલ થોડા વર્ષોથી થાઈલેન્ડમાં રહે છે, થાઈલેન્ડના પટાયાની હોટેલ ઑનેસ્ટમાં કામ કરતા હતા ત્યારે એમની મુલાકાત થઈ મનિષ પટેલ સાથે. મનિષ પટેલ વિશે વાત કરતા એમણે કહ્યું કે એ એમની પત્ની દર્શના સહિત બધાને જાણે છે અને મનિષ થાઈલેન્ડ આવીને રહેવા લાગ્યો હતા, ત્યાં હોટેલ ઑનેસ્ટમાં પણ એ અમુક મહિનાઓ સુધી રોકાયા, વચ્ચે થોડા દિવસ કિરણ પટેલ પણ ત્યાં ગયો અને એ પણ સરળ પટેલને મળ્યો હતો. પોતાની ઓળખાણ એણે પીએમઓના અધિકારી તરીકે જ આપી હતી, અને મનિષ પટેલે કહ્યું હતું કે અમે કરમસદના પટેલ છીએ, સરદાર પટેલના પરિવારના સીધા સગામાં અમે આવીએ. સરળ પટેલ થોડા સમયથી ભારત પરત આવ્યા અને ટીવી પર જોયું તો એમને આઘાત લાગ્યો કે અરર...આ તો મનિષ પટેલનો ભાઈ કિરણ અને આ તો ફ્રોડ નીકળ્યો
પાકિસ્તાનીઓના સંપર્કમાં કિરણ પટેલનો ભાઈ?
એક પછી એક ઘટનાા તાર જોડતા સરળ પટેલને હવે શંકા છે કે કિરણના પૈસા થાઈલેન્ડ આવતા હતા, મનિષ પટેલ એનો વહિવટ કરતો અને પાકિસ્તાની એજન્સીના પણ સંપર્કમાં આ પરિવાર હતો, સરળ પટેલ શંકા વ્યક્ત કરતા કહે છે કે એકવાર હોટેલમાં રોકાણ દરમ્યાન મનિષ પટેલનો અમુક લોકો સાથે ઝઘડો થયો એના સીસીટીવી પણ એમની પાસે છે, મનિષ પટેલની મુખ્ય બેઠક પાકિસ્તાની લોકો સાથે વધારે રહેતી.
ભારતમાં કેસ થવાના કારણે થાઈલેન્ડ જતો રહ્યો!
બાયડના ખેડૂતોને ફસાવીને એમનાં રૂપિયા લઈને મનિષ થાઈલેન્ડ રફુચક્કર થઈ ગયો હોવાની સંભાવના છે. કિરણ પટેલ પણ અહીંથી લોકોને ઉંઠા ભણાવીને જે રૂપિયા કમાતો એ થાઈલેન્ડ જ મોકલતો, ભાઈ નંબરી તો બડા ભાઈ દસ નંબરી જેવો જ ખેલ મનિષ પટેલનો છે, એ ત્યાં ફેંકા મારતો કે એની દિકરી મસુરી આઈએએસની ટ્રેનિંગમાં છે અને એનું ફેમિલિ મુંબઈ પાસે પનવેલમાં રહે છે. જો કે છેલ્લે હકિકત એ નીકળી કે કિરણ પટેલનો આખો પરિવાર અમદાવાદના ઘોડાસરમાં ભાડાનાં ઘરમાં રહેતો હતો.