ભાઈ ભલે દુનિયામાં નથી, પરંતુ બહેન બાંધે છે પોતાના ભાઈના હાથમાં રાખડી, વાંચો ભાવુક કરી દે તેવા ભાઈ-બહેનની કહાની


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-30 13:17:56

પરિવારમાં જ્યારે કોઈ સદસ્યનું અવસાન થાય છે ત્યારે તેની યાદોના સહારે જીવવા આપણે મજબૂર બનતા હોઈએ છીએ. મૃતક સાથે જોડાયેલી યાદોને વારંવાર યાદ  કરી આપણી આંખો ભરાઈ જતી હોય છે. અને જો કોઈ શુભ પ્રસંગ હોય અથવા તો કોઈ તહેવાર હોય ત્યારે તે વ્યક્તિની ખુબ જ યાદ આવતી હોય છે. આંખનો કોઈ એક ખુણો સતત તેની યાદમાં રડયા કરતો હોય છે. આજે આવી વાત એટલા માટે કરવી છે કારણ કે આજે રક્ષાબંધન છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રેમનો દિવસ. ભાઈના હાથમાં બેન રાખડી બાંધે છે અને ભાઈ પોતાના બહેનની રક્ષા કરવા માટે વચન લે છે. 


અનેક બહેનો હશે જેમને ભાઈ નહીં હોય અથવા ભાઈ આ દુનિયામાં નહીં હોય... 

રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ દેખાઈ આવે છે. સામાન્ય દિવસો દરમિયાન ભાઈ બહેન ગમે તેટલું ઝઘડતા હોય પરંતુ રક્ષાબંધનના દિવસની વાત અલગ હોય છે. અનેક એવી બહેનો હશે જે પોતાના ભાઈ સાથે રક્ષાબંધનની ઉજવણી કરતા હશે. પરંતુ એવી બહેનો પણ હશે જેમના ભાઈ તેમની સાથે નહીં હોય, કાં તો દૂર રહેતા હશે અથવા તો આ દુનિયામાં જ નહીં હોય, મતલબ તેઓ અંતિમ યાત્રાએ નિકળી પડ્યા હશે. ત્યારે આજે વાત કરવી છે એક એવા બહેનની જેમણે પોતાના ભાઈને તો ગુમાવી દીધો પરંતુ આજે પણ તે પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે. 


અનેક પરિવારો કરે છે અંગદાન  

વાંચીને નવાઈ લાગીને! આ વાત સાચી છે કારણ કે મૃતકના હાથનું દાન કરવામાં આવ્યું છે. અમદાવાદના યુવકનું અકસ્માતમાં મોત થઈ ગયું હતું. મૃત્યુ થયા બાદ અનેક પરિવારો અંગદાન કરતા હોય છે. મૃતક તો ભલે તેમને છોડીને અનંતની યાત્રાએ નિકળી ગયો પરંતુ તેના અંગથી કોઈને જીવનદાન મળી જાય તેવી ભાવના પરિવારમાં રહેતી હોય છે. ત્યારે અમદાવાદમાં રહેતા ભાઈના હાથનું દાન કરવામાં આવ્યું અને હાથ મળવાને કારણે રાજસ્થાનમાં રહેતા ભાઈને નવું જીવનદાન મળ્યું. 


અમદાવાદમાં રહેતી બહેન રાજસ્થાન મોકલે છે રાખડી! 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર જગદેવસિંહને જે યુવકના હાથ મળ્યા તેમની બહેન તેમને દર વર્ષે રક્ષાબંધનના દિવસે તેમને રાખડી મોકલે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ રાજસ્થાનના શ્રીગંગેશ્વરના રહેવાસી જગદેવસિંહને રક્ષાબંધન નિમિત્તે અમદાવાદમાં રહેતી બહેન રાખડી મોકલી છે, અમદાવાદની બહેન બે વર્ષથી રાજસ્થાનના ભાઈને રાખડી બાંધે છે   


કેવી રીતે યુવકે ગુમાવ્યા પોતાના હાથ? 

રાજસ્થાનમાં રહેતા યુવકે કેવી રીતે પોતાના હાથ ગુમાવ્યા તે કહાણી દુખી કરી દે તેવી છે. 2019માં જ્યારે જગદેવસિંહ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે મોટરમાં ખામી સર્જાઈ. ઘટના બની ત્યારે કોઈ હાજર ન હતું જેને લઈ મોટરને જાતે રિપેર કરવાનો નિર્ણય જગદેવે લીધો. જ્યારે મોટરમાં ઈલેક્ટ્રિક વાયર લગાવવામાં જઈ રહ્યા હતા ત્યારે તેમને કરંટ લાગ્યો. હાઈટેન્શન વાયરથી કરંટ લાગ્યો હોવાથી તે ગંભીર રીતે દાઝી ગયો અને જ્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે તેને પોતાના બંને હાથ અને પગને અલગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. 


બે વર્ષથી અમદાવાદથી બહેન ભાઈ માટે મોકલે છે રાખડી  

આ દુર્ઘટના બાદ જગદેવ હાથ પગ વિનાનો થઈ ગયો. પરંતુ એક દિવસ એવો આવ્યો જ્યારે તેના જીવનમાં નવી સવાર થઈ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક બ્રેઈન ડેડ કેસ આવ્યો અને તે વ્યક્તિના હાથનું દાન જગદેવને કરવામાં આવ્યું. જે વ્યક્તિના હાથનું દાન કરવામાં આવ્યું તેમની બહેન જગદેવને ભાઈ માને છે. અને દર વર્ષે બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધતી હોય તેવા ઉત્સાહ સાથે ભાઈને રાખડી મોકલાવે છે અને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરે છે. 


કિડનીનું દાન કરી બહેને ભાઈને આપ્યું જીવનદાન 

આવો જ એક બીજો કિસ્સો હરિયાણાના ફતેહાબાદથી સામે આવ્યો છે. જેમાં મોટી બહેને નાના ભાઈને કિડની ગિફ્ટમાં આપી છે. 55 વર્ષીય બેબી નટિયાલે પોતાના 42 વર્ષના નાના ભાઈ દીપચંદનો જીવ બચાવવા કિડનીનું દાન કર્યું છે અને જીવનદાન આપ્યું છે. હરિયાણાના ફતેહાબાદના ખજુરી જાટી ગામના રહેવાસી, રક્ષાબંધન પહેલાં 8 ઓગસ્ટ 2023ના રોજ મહાત્મા ગાંધી હોસ્પિટલ જયપુરમાં પોતાની કિડની આપીને તેને જીવનદાન આપ્યું. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?