માંગરોળમાં શેખપુર ગામમાં કેનાલમાં ડૂબતી બહેનને બચાવવા પડેલા ભાઈનું મોત, પરિવાર થયો શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-06-14 19:59:17

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનાં શેખપુર ગામમાં કેનાલમાં ડૂબવાથી ભાઈ-બહેનના મોતની દુ:ખદ બની છે. શેખપુર ગામમાં બપોરના સમયે ભાઈ અને બહેન વાડી નજીક આવેલી કેનાલ નજીક રમી રહ્યા હતા, ત્યારે બહેન અચાનક જ મતા-રમતા કેનાલ પડી ગઈ હતી. આ દરમિયાન તેણે બચાવ માટે બૂમો પડતા સ્થળ પર હાજર તેનો મોટો ભાઈ એક ક્ષણનું પણ મોડું કર્યા વગર બહેનને બચાવવા કેનાલમાં કૂદી પડ્યો હતો. જોકે અંતે આ ઘટનામાં ભાઈ-બહેન બંનેનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ કેનાલ પાસે દોડી આવી હતી. બંને બાળકોના મૃતદેહ કાઢી પોસ્ટ માર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.


સમગ્ર ઘટના કેવી રીતે બની?

પોલીસના જણાવ્યા પ્રમાણે માંગરોળના શેખપુર ગામ ખાતે આવેલી વાડીમાં 8 વર્ષીદ અરશદ અને તેની 6 વર્ષીય બહેન કૌશર બંને બપોરે 2 વાગ્યાના સમયગાળામાં વાડીની 100 મીટર નજીક આવેલી કેનાલ પાસે રમી રહ્યા હતા. તે દરમિયાન કૌશર રમતા-રમતા કેનાલમાં પડી ગઈ હતી અને ડૂબવા લાગી હતી. તેણે બચાવ માટે બૂમો પડતાં સાથે રહેલો મોટો ભાઈ અરશદ પળભરનો વિલંબ કર્યા વગર બહેનને બચાવવા કેનાલ કૂદી પડ્યો હતો. જોકે ભાઈને તરતા ન આવડતું હોવાથી બંનેનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. લાંબા સમયથી બાળકો ન દેખાતા પરિવારજનો વાડીની આસપાસ શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે તેઓ કેનાલ પાસે પહોંચ્યા હતા. જ્યાં બંને બાળકોના મૃતદેહ કેનાલમાં તરતા જોવા મળ્યા હતા. આ પ્રકારના દૃશ્યો જોતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.


બાળકોના મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલાયા


બંને બાળકોના કેનાલમાં ડૂબવા અંગે પરિવારજનોએ માંગરોળ પોલીસને જાણ કરતા માંગરોળ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. બંને બાળકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...