બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રસે રાજીનામું આપ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 19:39:05

ટૂંક સમય પહેલા જ બ્રિટનની કમાન સંભાળનારા લિઝ ટ્રસે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. લીઝ ટ્રસે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે જ્યાં સુધી મારા પછીના પ્રધાનમંત્રી કોણ હશે તેની જાહેરાત નહીં થાય ત્યાં સુધી હું પ્રધાનમંત્રી પદે રહીશ. જ્યારે મારા પછીના પ્રધાનમંત્રીની જાહેરાત થશે ત્યારે હું પ્રધાનમંત્રીનો હોદ્દો છોડી દઈશ. 


બ્રિટનના રાજા સાથે ચર્ચા કરીને આપ્યું રાજીનામું

લિઝ ટ્રસે રાજીનામાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે મેં બ્રિટના રાજા કિંગ જ્યોર્જ સાથે ચર્ચા કરી છે. તેમની સાથે ચર્ચા અને સલાહ સૂચનો બાદ મેં રાજીનામું આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે  તેમની મહત્વાકાંક્ષી ટેક્સ કટ પોલિસીના પરિણામ વચ્ચે કન્ઝરવેટીવ પાર્ટીના શાસનનો અંત આવ્યો છે. 


આ કારણથી લિઝ ટ્રસને આપવું પડ્યું રાજીનામું

અત્યારે વૈશ્વિક મોંઘવારી ચાલી રહી છે તમામ દેશોમાં મોંઘવારીની અસર વર્તાઈ છે. આ સમયની અંદર લિઝ ટ્રસે ટેક્સ કટ કરવાની પોલીસી મામલે નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી બોન્ડ માર્કેટમાં ઘટાડો થયો જેના કારણે પાઉન્ડ તૂટવા લાગ્યો હતો. ટ્રસના નિર્ણયોના કારણે તેના પર નોકરી છોડી દેવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતું. હજુ તો પ્રધાનમંત્રી બન્યાને માંડ છ અઠવાડિયા જ થયા હશેને લિઝ ટ્રસને રાજીનામું આપવું પડ્યું છે.





ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?