પોલીસે બ્રિટીશના વડાપ્રધાન ઋષિ સુનકને દંડ ફટકાર્યો છે. ગાડીમાં સીટ બેલ્ટ ન પહેર્યો હોવાને કારણે પોલીસે પીએમ સુનકને દંડ ફટકાર્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવા સુનક વીડિયો બનાવી રહ્યા હતા. તે સમયે તેમણે સીટ બેલ્ટ પહેર્યો ન હતો. જેને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લેન્કેશાયર પોલીસે જણાવ્યું કે તેમણે વાહનો માટે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેને કારણે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે.
નિયમ તોડવા બદલ ફટકારવામાં આવ્યો દંડ
ટ્રાફિકના નિયમો તોડવા બદલ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને રુ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પીએમ સુનક ગાડીમાં હતા તો પણ સીટ બેલ્ટ ન પહેર્યો હતો. તેઓ સોશિયલ મીડિયા પર શેર કરવા એક વીડિયો બનાવી રહ્યા હતા. ખાસ વાત તો એ છે કે સુનક પોતે ડ્રાઈવીંગ કરી રહ્યા ન હતા. પાછળની પેસેન્જર સીટ પર તેઓ બેઠા હતા. પીએમનો આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. ટ્રાફિકના નિયમો તોડવા બદલ £100નું ચલણ જારી કરવામાં આવ્યું છે. આ વાતને લઈને પીએમએ બે દિવસ પહેલા જ માફી માગી હતી.
પોલીસે ટ્વિટ કરી આપી હતી જાણકારી
લેન્કેશાયર પોલીસે ટ્વીટ કરી જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક વીડિયોના પરિભ્રમણને પગલે, જે દર્શાવે છે કે એક વ્યક્તિ સીય બેલ્ટ પહેરવામાં નિષ્ફળ રહી છે. તેથી અમે લંડનના આ 42 વર્ષીય વ્યક્તિને દંડ ફટકાર્યો છે. પોલીસે ટ્વિટમાં પીએમ સુનકના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.