'મને જ્યારે પણ તક મળશે, હું આવતો રહીશ...' બ્રિટિશ PM ઋષિ સુનકે પત્ની અક્ષતા સાથે અક્ષરધામ મંદિરમાં કરી પૂજા, જુઓ VEDIO


  • Published By :
  • Published Date : 2023-09-10 12:50:36

જી-20 સમિટના બીજા દિવસે આજે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક દિલ્હીમાં અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. સુનકે પત્ની અક્ષતા સાથે અહીં ભગવાન સ્વામિ નારાયણના દર્શન કર્યા હતા, તથા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ખૂબ જ કડક સુરક્ષા વચ્ચે ઋષિ સુનક તેમના કાફલા સાથે અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન હળવો વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે સુનક અને તેની પત્ની અક્ષતા મંદિર પરિસરમાં છત્રી લઈને જતા જોવા મળ્યા હતા.


સ્વામી નારાયણ મંદિરમાં કરી પૂજા અર્ચના


અક્ષરધામ મંદિર પહોંચતા, સ્વામી નારાયણ મંદિરના મુખ્ય પૂજારીએ ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિ બંનેનું સ્વાગત કર્યું. તે પછી તે બંનેને મુખ્ય મંદિરમાં લઈ ગયા અને પૂજા કરી હતી. અહેવાલો અનુસાર, આ દરમિયાન બંને દંપતીએ મુખ્ય મંદિરની પાછળ સ્થિત અન્ય મંદિરમાં જળાભિષેક પણ કર્યો હતો. ઋષિ સુનક અને પત્ની અક્ષતા મૂર્તિ બંનેને હિન્દુ ધર્મ પ્રત્યે આસ્થા છે. ભારે વરસાદ હોવા છતા તેઓ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષરધામ મંદિરના નિર્દેશક જ્યોતિન્દ્ર દવેનું કહેવું છે કે ઋષિ સુનક લાંબા સમય સુધી મંદિરમાં રોકાયા હતા.અહીં આવતા જ તેમનુ સ્વાગત કરવામાં આવ્યું જે બાદ તેમણે મંદિરમાં પૂજા કરી હતી. સુનક અને તેમની પત્નીની પૂજા લાંબા સમય સુધી ચાલી હતી. જ્યોતિન્દ્ર દવેએ વધુમાં કહ્યું હતુ કે તેમણે અહીં સંપૂર્ણ ભક્તિભાવથી પૂજા કરી હતી. તેમની આંખો અને કાર્યોમાં પ્રેમ અને ભક્તિ કોઈ રાજકીય નેતા કે વડા પ્રધાનનો નહીં, પણ એક ભક્તની હતી. અહીં BAPSના બ્રહ્મવિહારી સ્વામીએ સુનકને કપાળે તિલકે કર્યુ હતું. જ્યોતિન્દ્ર દવેએ જણાવ્યું કે અમે ઋષિ સુનકને આખું અક્ષરધામ મંદિર બતાવ્યું અને બાદમાં તેમને મંદિરનું એક મોડેલ ભેટમાં આપ્યું જેથી તેઓ મંદિરને યાદ કરી શકે. 


'હિંદુ હોવાનો મને ગર્વ'


G20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવેલા નેતાઓમાં ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “હું એક હિંદુ હોવાનો મને ગર્વ છે. મારો ઉછેર પણ એ જ રીતે થયો છે. આશા છે કે થોડા દિવસ માટે અહીં છું તો મંદિરમાં પણ જઈ શકીશ. તાજેતરમાં જ અમે મારા ભાઈ-બહેનો સાથે રક્ષાબંધનની પણ ઉજવણી કરી, મને રાખડીઓ પણ બાંધવામાં આવી. જોકે, જન્માષ્ટમીની ઉજવણી કરવાનો સમય નહીં મળ્યો. પરંતુ હવે મંદિરની મુલાકાતે જઈશ તો તે પણ થઈ શકશે.” આગળ તેમણે કહ્યું કે, “મારા માટે આસ્થાનું ઘણું મહત્વ છે. આસ્થા એવી ચીજ છે જે સૌ કોઈને જીવનમાં મદદ કરે છે. ખાસ કરીને મારા જેવા લોકો જેમને ઘણું કામ હોય છે, તેમને તે શક્તિ આપે છે. એટલે તેનું એક આગવું મહત્વ છે.” 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?