ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા માટેનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. બ્રિટનની હાઈકોર્ટે નીરવ મોદીની અરજી ફગાવી દીધી છે. PMLA કોર્ટે ડિસેમ્બર 2019માં ભાગેડુ આર્થિક અપરાધી એક્ટ 2018 મુજબ નીરવ મોદીને આર્થિક અપરાધી જાહેર કરી દેવામાં આવ્યો હતો.
નીરવ મોદી પર 7 હજાર કરોડ રૂપિયાનું ચાઉં કરવાનો આરોપ
નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકથી અંદાજે 7 હજાર કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. કૌભાંડ કર્યા બાદ નીરવ મોદી વિદેશ ભાગી ગયો હતો. હાલ નીરવ મોદી લંડનની જેલમાં છે. ભારત સરકારે તેને પાછા લાવવા માટે તમામ પ્રયાસો કરી લીધા છે. નીરવ મોદીએ 2017ની પોતાની કંપની ફાયર સ્ટાર ડાયમંડ મારફતે રિધમ હાઉસ બિલ્ડિંગ ખરીદી હતી. કહેવામાં આવી રહ્યું છે કે નીરવ મોદીએ ખરીદેલી મોટા ભાગની સંપતી પંજાબ નેશનલ બેંક સાથે કૌભાંડ કરીને મેળવી છે.