બ્રિટનમાં દાયકાનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન, લંડનમાં 5 લાખથી વધુ લોકોએ રેલી યોજી


  • Published By :
  • Published Date : 2023-02-02 16:38:05

બ્રિટનમાં પણ મોંઘવારી અને બેરોજગારીને લઈ વિરોધ વધી રહ્યો છે. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકના વિરોધમાં પાંચ લાખથી વધુ લોકો લંડનના માર્ગો પર ઉતરી આવ્યા હતા. લાખો લોકો સ્વયંભુ રીતે આ વિશાળ રેલીમાં જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શકોમાં શિક્ષકો, સિવિલ સર્વન્ટ, લોકોમોટિવ ડ્રાઈવર્સ સહિતના સરકારી કર્મચારીઓ બધા જ કામો પડતા મુકીને વિરોધ કરવા માટે ઉમટી પડ્યા હતા. 


શા માટે વિરોધ પ્રદર્શનો


આ દાયકાના આ સૌથી મોટા વિરોધ પ્રદર્શનનમાં જોડાયેલા લોકોની મુખ્ય માગ પગાર વધારાની હતી. અસહ્ય મોંઘવારીથી ત્રસ્ત આ લોકોએ સરકાર પાસે પગાર વધારાની માગ કરી હતી. લંડનમાં યોજાયેલા આ ધરણા-પ્રદર્શનોથી ટ્રાફિકની સમસ્યા વણસી હતી. પીએમ ઓફિસે ચેતવણી આપી હતી કે આ વિરોધ પ્રદર્શનના કારણે અવ્યવસ્થા ફેલાશે તેમ છતાં લોકો ધરણા માટે એકઠા થયા હતા.


લોકો માત્ર પાસ્તા ખાઈને દિવસો ગુજારે છે


બ્રિટનમાં મોંઘવારીથી લોકોની હાલત કફોડી થઈ છે. પરિવારનો નિભાવ કરવા માટે પણ પગાર ઓછો પડે તેવી સ્થિતી સર્જાઈ છે. 10 કલાક કામ કરવા છતા પણ લોકોને માત્ર પાસ્તા ખાઈને દિવસો ગુજારવા પડી રહ્યા છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ફિસ્ક સ્ટડીઝના જણાવ્યા પ્રમાણે વર્ષ 2010થી 2022 વચ્ચે શિક્ષકોના પગારમાં 9થી 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.


પ્રદર્શનને 'લોકડાઉન 2023' નામ આપ્યું 


લંડનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને તમામ અખબારોએ લોકડાઉન 2023 નામ આપ્યું છે. કેટલાક સમાચાર પત્રો વોકઆઉટ વેડનેસડે ડે પણ કહે છે. આ જોરદાર વિરોધ પ્રદર્શનની તુલના વર્ષ 1978-79માં થયેલી હડતાલ સાથે કરવામાં આવી રહી છે. વિંટર ઓફ ડિસ્કન્ટેન્ટ એટલે કે શિયાળાનો અસંતોષ નામ આપ્યું છે.



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...